વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સ (WCL) ની સેમિફાઇનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન વિરુદ્ધ રમવાનો ઇન્કાર કરી દીધો છે. તારીખ ૦૧.૦૮ ના રોજ રમાનારી સેમિફાઇનલ માં ભારતીય ટાઈમે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પણ મેચ રમશે નહિં.
આ અગાઉ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સની ૧૫ મી મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝની ટીમને ૫ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. યુવરાજસિંહ ની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ દ્વારા આપવામાં આવેલા ૧૪૫ રનના લક્ષ્યને ૧૪.૦૧ ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો