ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસની કમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા દશ દિવસથી બંધ હાલતમાં – કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ બંધ રહેતા મુખ્ય પોસ્ટ ઓફિસ અને તેની સાથે સાંકળયેલી તાલુકાની તમામ ૧૬ બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ઝઘડિયા,

ઝઘડિયાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા દશ દિવસથી બંધ રહેતા મુખ્ય પોસ્ટ ઓફિસને સંલગ્ન ૧૬ જેટલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર થતા ઝઘડિયા તાલુકાના હજારો પોસ્ટ ગ્રાહકો અને એજન્ટો એક દશ દિવસથી હાલાકીનો સામનો કરી રહ્યા છે.

જવાબદાર પોસ્ટની બેદરકારીના પગલે સર્વર સિસ્ટમ બંધ રહેતા પોસ્ટની નવથી વધુ સેવાઓને અસર પહોંચી છે. ઝઘડિયા તાલુકા મથકે ભારતીય પોસ્ટની મુખ્ય પોસ્ટ ઓફિસ આવેલી છે. છેલ્લા કેટલા સમય થી અહીં અવારનવાર સર્વર સિસ્ટમમાં સમસ્યા ઉભી થયા કરે છે. આવી સમસ્યાના કારણે તાલુકાભરની ૧૬ બ્રાન્ચ પોસ્ટ ઓફિસને પણ અસર પહોંચે છે તેમ છતાં જિલ્લા પોસ્ટ ના જવાબદાર અધિકારીઓ દ્વારા સર્વર સિસ્ટમ ખરાબ થયા કરવાના બાબતે કોઈ ઠોસ નિરાકરણ લાવવામાં આવતું નથી. હાલમાં છેલ્લા દશ દિવસથી ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસના કમ્પ્યુટર સર્વર સિસ્ટમમાં ખરાબી આવી છે. દશ દશ દિવસથી મુખ્ય સહીત બ્રાન્ચ પોસ્ટ ઓફિસો બંધ રહ્યા બાદ પણ જવાબદાર પોસ્ટ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. થાય છે અને કરાઈ છે જેવી આળસ ભરેલી બેદરકારી દાખવાઈ રહી છે. ગ્રાહકો ધરમધક્કા ખાઈને રોજ પાછા જાય છે.ગ્રાહકોને રોજ એકજ જવાબ આપી દેવામાં આવે છે કે સર્વર ખરાબ થયું છે. સર્વર ક્યારે ચાલુ થશે તેનો કોઈ જવાબ ગ્રાહકને મળતો નથી.

ઝઘડિયાની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઝઘડિયા જીઆઈડીસી, ઝઘડિયા કોર્ટ,તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કચેરી ઉપરાંત હજારો ગ્રાહકોને ટપાલ, રજીસ્ટર એડી સહિત નાણાકીય રોકાણની યોજના ના અલગ અલગ કામો હોઈ છે તે બધીજ કામગીરી સામાન્ય બાબતે છેલ્લા સાત દિવસથી ખોરંભે પડી છે. ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસનું કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ ખરાબ થતા પોસ્ટની એનએસસી, કેવીપી, એમઆઈએસ, ટાઈમ ડિપોઝિટ,પીપીએફ, રજીસ્ટર એડી, રજીસ્ટર પાર્સલ, પીએલઆઈ, આરપીએલઆઇ જેવી મુખ્ય સેવાઓ બંધ છે.

કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા સાત દિવસથી બંધ રહેતા મુખ્ય પોસ્ટ ઓફિસને સંલગ્ન ૧૬ જેટલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર થતા ઝઘડિયા તાલુકાના હજારો પોસ્ટ ગ્રાહકો અને એજન્ટો એક અઠવાડિયાથી હાલાકીનો સામનો કરી રહ્યા છે.સત્વરે પોસ્ટની સર્વર સિસ્ટમ સમારકામ કરી પોસ્ટના ગ્રાહકોની સેવા કાર્યાન્વિત કરવામાં આવે તે ઈચ્છનીય છે.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!