ભરૂચમાં વીજ કંપની દ્વારા લગાડવામાં આવતા સ્માર્ટ મીટરને લઈને પુનઃ બબાલ થઈ હતી.લિંક રોડ પર આવેલ પંડિત દિન દયાલ એપાર્ટમેન્ટ માં લગાવવા આવતા રહીશોએ વિરોધ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
ભરૂચ શહેર સહિત જિલ્લામાં વીજકંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે પણ વીજ કર્મીઓને ઠેર ઠેર વિરોધ અને વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે.આજે પુનઃ વીજ કંપનીના કર્મચારીઓ લિંક રોડ પર આવેલ પંડિત દિન દયાલ એપાર્ટમેન્ટ માં સ્માર્ટ મીટર સાથે પહોંચ્યા હતા.જે જોઈ રહીશોએ દોડી આવી વિરોધ વ્યક્ત કરી વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા પોલીસની ધમકી આપી જબરજસ્તી થી મીટર લગાડી રહ્યા હોવાના આક્ષેપ કરી પોલીસની હાજરીમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવતા મહિલાઓમાં રોષ વ્યક્ત કર્યો હતો.રહીશો દ્વારા સ્માર્ટ મીટર ફરિજયાત હોય તો લેટર આપીને તે લગાડવાની માંગ કરવામાં આવી રહી હતી.
જોકે રહીશોના વિરોધને શાંત પાડવાના પ્રયાસ કરતા વીજ કંપનીના નાયબ ઈજેનર એન.બી.ગોહિલ ધ્વારા સ્માર્ટ મીટરના લાભ ગણાવવા સાથે સરકારના આદેશ મુજબ કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવી મીટર બાબતે કોઈ સમસ્યા આવશે તો તેઓ સ્થાનિક કક્ષાએ તેના નિવારણ માટે હાજર હોવાનું પણ કહ્યું હતું.
સ્થાનિકોના વિરોધને અવગણીને વીજ કમ્પની ધ્વારા પોલીસ કાફલાની તહેનાતી સાથે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
