નેત્રંગ નગરમાં ચાલુ વરસાદે વિકાસની હરણફાળ કામગીરી – ભાટાકંપની ફળીયામાં રોડ રસ્તાની ચાલતી કામગીરી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

એક તરફ ચોમાસા પુવે રાજ્ય ભરમાં બનેલા રોડ રસ્તાઓમાં થયેલ ભારે ખમ ભષટાચારની પોલ મેધરાજાએ ખુલ્લી પાડી દેતા ઠેર ઠેર ખાડાઓમાં રોડ રસ્તાઓ બિલાડીના ટોપની જેમ ફુટી નિકળ્યા છે.તેવા સંજોગોમાં નેત્રંગ નગરમાં હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી અને ચાલુ વરસાદમાં ભાટાકંપની વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી ચાલી રહી હોવાને લઈને નગરજનોમાં આ કામગીરીને લઈને અનેક પ્રકારના તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. રોડની લંબાઈ  પહોળાઈ તેની હાઈટ કઈ યોજના હેઠળ આ રસ્તાની કામગીરી ચાલી રહી છે તે બાબતે નગરજનો તો અજાણ છે જ પરંતુ ખુદ નેત્રંગ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી પણ અજાણ હોવાનુ જાણવા મળ્યુ છે. તેવોને પુર્વ સરપંચની રૂબરૂ પુછતા જણાવેલ કે મને આ રસ્તાની ચાલી રહેલ કામગીરી બાબતે કાઈ પણ જાણકારી નથી.

ત્યારે સરકારની કઈ યોજના હેઠળ કામગીરી કરવાની છે તે બાબતે અગાઉથી જેતે પંચાયતમાં લેખિતમાં જાણ કરવામાં આવતી હશે કે નહિ તે એક મહત્વનો પ્રશ્ન અહિયા જોવા મળી રહ્યો છે.

સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ છેક ઉપલા લેવલથી અધિકારીઓ – પદાધિકારીઓ જેતે એજન્સીઓને કામગીરી સોપાતી હોવાથી.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને અજાણ રાખવામાં આવે છે કે પછી અજાણ હોવાના બહાના બતાવવામાં આવી રહ્યા છે?

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!