ભરૂચ,
ભરૂચના જંબુસર તાલુકાના કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે કાવડ યાત્રા આવી પહોંચતા ત્યાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો.
આ કાવડ યાત્રીઓ દ્વારા કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરાયો હતો. આ વર્ષે પાદરા થી આ કાવડ યાત્રાનું માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં આશરે ત્રણસો જેટલા કાવડ યાત્રીઓ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપી ડી.જે.ના તાલ સાથે ભક્તિ સંગીતના સથવારે અને બમ બમ ભોલેના નાદ સાથે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા હતાં. કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા કાવડ યાત્રીકોનું સ્વાગત કરવામાં આવ્યું અને યાત્રિકોએ સાથે લાવેલ પવિત્ર ગંગાજળનો સ્તંભેશ્વર મહાદેવ શિવલિંગ પર અભિષેક કર્યો હતો. આ સમયે મંદિરમાં બમ બમ ભોલે ના નાદ થી મંદિર ગુંજી ઉઠ્યું હતું. કાવડીયાત્રા માં શ્વેતા પારેખ,વસંતભાઈ,ચેતનભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં શિવભક્ત ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
