ભરૂચ,
આજરોજ કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા સ્ટેચ્યુ પાર્ક ખાતે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમ્યાન ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો,યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ શહેરના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તમામે રાષ્ટ્રભક્તિ ભાવના સાથે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,યુવા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત શહેરના આગેવાનો દ્વારા દેશના સુરક્ષામાં પોતાના પ્રાણોનુ ત્યાગ કરનાર વીરપુત્રોને શત શત નમન કરાયો હતો.સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને ઉદ્દઘોષ વાક્યોથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.