જુગારીઓને પકડવા આમોદ પોલીસે અનોખો કીમિયો અજમાવી ખેડુત બની જૂગારધામ ઉપર રેડ કરી – ૨,૪૯,૦૪૦ ના મુદ્દામાલ સાથે ૧૨ જુગારીઓને દબોચી લીધા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

આમોદ,

આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી આમોદ પોલીસ ઈન્સ્પેકટર રાજુ કરમટીયાને મળતા આમોદ પોલીસે ખેડુત બની ટ્રેક્ટર સાથે ખેતરમાં જઈ આછોદ ગામની સીમમા ઘોર તળાવડી વાળા વિસ્તારમાં માઈનોર કેનાલ પાસે આવેલ ઈબ્રાહીમ શબ્બીર ચાસ રહે આછોદ તા.આમોદના માલીકીના આંબા વાળા ખેતરમાં રેડ કરતા પોલીસે પત્તાપાના વડે પૈસાથી પોતાના અંગત ફાયદા માટે હારજીતનો જુગાર રમતા ૧૨ જુગારીઓને પકડી પાડી તેમની પાસેથી જુગારના અંગઝડતીના રોકડા ૪૦,૮૦૦ અને દાવ ઉપરના રોકડા ૧૭,૨૪૦, મોબાઈલ નંગ ૧૧ કિ.રૂ.૯૧,૦૦૦ મોટર બાઈક નંગ ૨ કિંમત રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૪૯,૦૪૦ ના મુદ્દામાલ સાથે જુગારધારા કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પોલીસે જુગારીઓને પકડવા માટે ખેતરમાં જુગારીયાઓ પાછળ દોડતા પોલીસના કપડા સહિત બુટ પણ કાદવ કીચડવાળા થઈ ગયા હતા.આમોદ પોલીસે કુલ ૧૨ આરોપી નામે (૧) ઈકબાલ અહેમદ અલી જેકા (બીરબલ) રહે.મોટી મસ્જીદ પાસે આછોદ, તા.આમોદ જી.ભરૂચ (૨) યાશીન ઈબ્રાહીમ આદમ શીકારી પટેલ રહે.હિંગલોટગામ, પાવલી ફળીયુ, તા.જી.ભરૂચ (૩) જાવીદ અબ્દુલ્લા યાકુબ ભીખા રહે.આછોદ ગામ, એપ્રોચરોડ, તા.આમોદ જી.ભરૂચ (૪) દિલાવર ઈબ્રાહીમ મુસા કાળા રહે.આછોદ ગામ, વણકરવાસ, તા.આમોદ જી.ભરૂચ (૫) મુબારક અબ્દુલ્લા યુસુફ રખડા રહે.આછોદ ગામ નમાજી સ્ટ્રીટ, તા.આમોદ જી.ભરૂચ (૬) સકિલ અહેઅમદ ઉમરજી દાજી વો.પટેલ રહે.આછોદ ગામ દહેરા ફળીયા, તા.આમોદ (૭) હિફજુલ રહેમાન યાકુબ કાબીલ રહે.આછોદ ગામ ઝરીમરી ફળીયુ, તા.આમોદ (૮) યાકુબ ઉર્ફે બાજી અહમદ મહમદ કાપડીયા રહે.આછોદ ગામ વાટા ખડકી, તા.આમોદ (૯) આરીફ હશનભાઈ વલી ઘરડા રહે.દેવલા ગામ,ઘરડા ખડકી તા.જંબુસર જી.ભરૂચ (૧૦) દિલાવર મુસાભાઈ વલ્લી વાડીવાલા રહે.હિંગ્લોટ ગામ તા.જી.ભરૂચ (૧૧) ફિરોજભાઈ અહમદ આદમ લખોટી રહે.આછોદ ગામ મચ્છાસરા જવાના રોડ ઉપર તા.આમોદ જી.ભરૂચ (૧૨) સરફરાજ ઈબ્રાહીમ આદમ પટેલ રહે.હિંગ્લોટ ગામ, મોટી મસ્જીદ પાસે તા.જી.ભરૂચની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!