પ્રિય વાચકો
હું, સાજીદ એ. સૈદા, આ સમાચાર પત્ર ધ ન્યૂઝ વેવ (ગુજરાતી ન્યૂઝ પેપર) તથા ધ ન્યૂઝ વેવ ડિજિટલ પોર્ટલનો માલીક, મુદ્રક, પ્રકાશક આપ સૌને અમારી પત્રિકામાં સ્વાગત કરતાં મને ખૂબ આનંદ થાય છે.
આપણા અખબારમાં રાજકારણ, સમાજ, અર્થતંત્ર, રમતગમત, મનોરંજન તથા અન્ય ઘણા વિષયોને આવરી લેવામાં આવશે. અમે અમારા વાચકોને સ્થાનિક અને વૈશ્વિક ઘટનાઓ વિશે અપડેટ રાખવાની મહત્તમ કોશિષ કરીશું. આ ઉપરાંત અમે વિવિધ લેખકો અને નિષ્ણાંતો દ્વારા વિવિધ મુદ્દાઓ પર ઉડાણ પૂર્વક લેખો અને મંતવ્યો પણ પ્રકાશિત કરીશું. અમે આપને વિશ્વસનીય અને માહિતીપ્રદ સમાચાર પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ.
અમે માનીએ છીએ કે સ્વતંત્ર પત્રકરિતા એ લોકશાહીનો ચોથો સ્તંભ છે, અમે સામાજિક મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડી લોકોના અવાજને ઉઠાવવા તથા અમારા વાચકોને નિષ્પક્ષ સમાચાર પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ પરંતુ અમારા આ ઉદેશ્યને પૂર્ણ કરવા અમોને આપ વાચકોના સાથ સહકારની અવશ્ય જરૂર રહેશે. અમારા ડીજીટલ પ્લેટફોર્મને ફોલો તથા ફોરવર્ડ કરીને આપ સૌનો સહકાર અમને મળતો રહેશે એવી આશા છે. આપ લોકોના સહકારથી અમે આ જવાબદારી સંપૂર્ણ પ્રમાણિકતાથી નિભાવવા પ્રતિબદ્ધ છીએ.
અમે આપના પ્રતિભાવ અને સૂચનોને પણ મહત્વ આપીએ છીએ. આ પત્રિકાને વધુ સારી બનાવવા માટે અમને તમારા મંતવ્યોઃ જણાવશો તો અમને આનંદ થશે.
આભાર,
સાજીદ એ સૈદા
માલીક, મુદ્રક, પ્રકાશક,
(ધ ન્યૂઝ વેવ)




