વાલીયા તાલુકાની ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લિમિટેડ ની આજરોજ ખેડૂત પ્રતિનિધિ સભા યોજાઈ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

વાલીયા, ભરૂચ

પ્રાપ્ત વિગતો અનુસાર વાલીયા તાલુકાની ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લિમિટેડ ની આજરોજ ખેડૂત પ્રતિનિધિ સભા યોજાઈ હતી જેમાં અંકલેશ્વર વાલીયા માંગરોળ ભરૂચ ઝઘડીયા નેત્રંગ હાંસોટ નર્મદા જીલ્લાના ખેડૂતો આ સંસ્થામાં પોતાની શેરડીનું વાવેતર કરતા આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ને આ સુગર અંગેનાં ઘણા પ્રશ્નો મૂંઝવી રહ્યા છે. ગત વર્ષે દરમ્યાન બે લાખ ટન શેરડી નું પિલાણ કરવામાં આવ્યું જે ઓછું આવ્યું લોકોએ ખોટી રીતે સુગર બંધ થઈ જાય એવું વમળ પેદા કરી હતી, પરંતુ હવે ખેડૂતો ફરીવાર ગણેશ ખાંડ ઉધોગનાં સભાસદો દ્વારા અસ્તિત્વ ટકાવી રાખવા સફળ રહ્યા છે. આવનારા સમયમાં ઝોનમાં ખેડૂતો ને સમજવાના પ્રયત્ન કરવામાં આવશે ખેડૂતોને 75 રૂપિયા પ્રમાણે જે કાપવામાં આવ્યા હતા. 6% ના વ્યાજ સહિત ખેડૂત સભાસદો ને ચૂકવવામાં આવશે ઘરે ઘરે પોચી ખેડૂતોને મળી સમજાવશે જેથી પાંચ લાખ ટન શેરડી નું પિલાણ થશે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કુલ સપાટીની સંખ્યા 11000 હતા જે વારસાઈ થી વધીને આજરોજ 18000 ઉપરાંત થઈ જવા પામી છે.  આજ રોજ વટારિયા સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા વાઇસ ચેરમેન યુગેન્દ્રસિંહ મહિડા તથા સંસ્થાના ડિરેક્ટર નીપુલભાઈ પટેલ ચંદન વસાવા સહિત માજી ડિરેક્ટરો મોટી સંખ્યામાં સભાસદો પણ હાજર રહ્યા હતા. આમ ગ્રામ પતિનિધી અને ખેડૂત ની સભા શાંતિ પુરક સંપન્ન કરવામાં આવી હતી. આ સાથે નવા નિવડેલા ડીરેકટરો તથા કમૅચારીઓ ને ખેડૂતો નો સહકાર જો એક સભાસદ એક એકર શેરડી બનાવી ને સંસ્થા ને આપે તો આ સંસ્થા ને પહેલા નંબર પર આવતા કોઈ રોકી ન શકે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!