ભરૂચ,
બકરી ઈદ નિમિત્તે ભરૂચ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેર સ્થળોએ પશુ કતલ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
ભરૂચ – સોમવાર – આગામી બકરી ઈદનાં તહેવારની ઉજવણી તા.૨૭.૦૫.૨૦૨૬ અને તા.૨૮.૦૫.૨૦૨૬ નાં રોજ થશે અને તહેવારનાં દિવસોમાં કતલખાનાની બહાર કોઈ પણ જાહેર કે ખાનગી સ્થળે જુદા જુદા પશુઓની કતલને કારણે તેમજ જાહેર શેરીઓમાં કે સ્થળ પર દેખાય તે રીતે અન્ય કોઈ પણ પશુની કતલને કારણે સુલેહ શાંતિનો ભંગ થવાનો સંભવ છે અને ભારતીય નાગરીક સુરક્ષા સહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ પગલા લેવા માટે પુરતું કારણ છે તેમજ તાત્કાલિક ધોરણે સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવાનું ઈચ્છનીય છે.
હુકમ:-
ઇ.ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ મળેલ સત્તાની રૂ એ આથી ફરમાવુ છું કે.
(૧) ભરૂચ જિલ્લાની હદની અંદર કોઈપણ વ્યક્તિએ તા.૨૭/૦૫/૨૦૨૬ અને તા.૨૮/૦૫/૨૦૨૬ સુધી (બંને દિવસ સહિત) કતલખાનાના મકાનની બહાર કોઈ પણ જાહેર સ્થળે જુદા જુદા પશુઓની કતલ કરવી નહીં તેમજ ભરૂચ જિલ્લાની હદમાં કોઈ પણ જાહેર સ્થળોમાં દેખાય તે રીતે અન્ય કોઈ પણ પશુની કતલ કરવી નહીં
(૨) કોઈપણ વ્યક્તિએ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા નહીં.
૩) બકરી ઈદ તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરનાં માંસ, હાંડકા અને અવશેષો જાહેરમાં ફેકવા નહી.
ધી બોમ્બે એનિમલ પ્રિઝર્વેશન એકટ, ૧૯૫૪ તથા પ્રિવેન્શન ઓફ કૂઅલ્ટી ટુ એનિમલ એકટ-૧૯૬૦ થી જે પશુઓની કતલ પર પ્રતિબંધ મુકેલ છે, તે પશુઓની કતલ ખાનગી કે જાહેર સ્થળોએ થઈ શકશે નહિ.
વિસ્તાર —
ભરૂચ જિલ્લાનો સમગ્ર વિસ્તાર.
સમયગાળો —
આ જાહેરનામું તા.૨૭/૦પ/૨૦૨૬ સમય ૦૦:૦૦ કલાક થી તા.૨૮/૦૫/૨૦૨૬ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.
શિક્ષા –
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારીશ્રી/અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.તેમ ઇ.ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદીમાં જણાવાયું હતું.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)