ભરૂચ તાલુકાના કંથારિયામાં સ્ટ્રીટ લાઈટના અભાવે જનતાના જીવ જોખમમાં: પંચાયત સામે તાનાશાહી ના આક્ષેપ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં જંબુસર મેઈન રોડ (દાંડી માર્ગ) પર બેંક ઓફ બરોડાથી વલી પઠાણના નાળા સુધીના માર્ગ પર સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.આ અંધકારમય માર્ગ ઉપર તાજેતરમાં જ થયેલા એક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા હતા.

આ મામલે સામાજિક કાર્યકર સુહેલ પટેલે વહીવટી તંત્રને કડક રજૂઆત કરી છે. આ બાબતે સુહેલ પટેલ સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે જંબુસર મેઈન રોડ (દાંડી માર્ગ) ઉપર આવેલ બેન્ક ઓફ બરોડા થી વલી પઠાણના નાળા જેને કંથારીયા ઘરમીયા ના નામથી પણ ઓળખવામાં આવે છે જે કંથારીયા પંચાયતની હદ માં આવેલ છે. આ વિસ્તારમાં ભરચક ટ્રાફિક હોય છે તથા આ વિસ્તારમાં આખી રાત રાહદારીઓ ની અવર જવર રહે છે. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટની સખત જરૂરિયાત છે. અહીંયાં સ્ટ્રીટ લાઈટ ના હોવાને કારણે વારંવાર અકસ્માત સર્જાતો હોય છે જેમાં તાજેતરમાં એક જ પરિવારના ૩ સભ્યોએ જીવ પણ ગુમાવ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખી ગામ લોકો તથા ગામના અગ્રણીઓ દ્વારા ગ્રામ પંચાયતમાં વારંવાર સ્ટ્રીટ લાઈટ નાખવા બાબતે રજૂઆતો કરવામાં આવેલ હોય તથા સરકારના સ્પષ્ટ આદેશો હોવા છતાં, પંચાયત વહીવટદારોએ રાજકીય દ્વેષબુદ્ધિથી કામગીરી અટકાવી હોવાનો આક્ષેપ શ્રી સુહેલ પટેલે કર્યા હતા. .

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના હકારાત્મક દિશાનિર્દેશો છતાં પંચાયતે આ કાર્યને ‘દફતરે’ કરવાનો ઠરાવ પસાર કર્યો છે. તેઓએ જણાવ્યા અનુસાર રાજકીય કિન્નાખોરી ના કારણે સુરક્ષા કરતા વ્યક્તિગત રાજકીય હિતોને પ્રાધાન્ય આપી ગ્રામજનોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે.

સુહેલ ગુલામએહમદ પટેલે જણાવ્યું હતું કે તેઓએ આ બાબતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને બેંક ઓફ બરોડાથી વલી પઠાણના નાળા સુધી યુદ્ધના ધોરણે લાઈટ શરૂ કરવામાં આવે, વિકાસકાર્ય રોકનાર જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે નિષ્પક્ષ તપાસ કરી તેઓ ઉપર પદનો દુરુપયોગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા આ માર્ગ ઉપર પૂરતા લાઈટ અને ચેતવણીચિહ્નો ગોઠવવામાં આવે જેથી ભવિષ્યની જાનહાનિ ટાળી શકાય જેવી માંગણીઓની લેખિતમાં માંગ કરી છે.

શ્રી સુહેલ પટેલે ઉગ્ર સ્વરમાં જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ગ્રામજનોની સુરક્ષા માટે *આંદોલન* નો માર્ગ અપનાવવાની ચીમકી આપી હતી તથા જરૂર પડશે તો પંચાયત નો ઘેરાવો પણ કરીશું એમ તેઓએ જણાવ્યું હતું. તેઓએ જાહેર લોકોને પણ અપીલ કરી છે કે આ બાબતે પીડિત લોકો મારા પર્શનલ નંબર ૯૮૨૪૭ ૮૪૭૧૫ ઉપર મારો સંપર્ક કરી શકે છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!