ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના અમલીકરણ અંગેની યોજાઈ બેઠક

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– જળ સંગ્રહ અને હરિયાળી ક્રાંતિનો સમન્વય: ભરૂચ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અને સઘન વૃક્ષારોપણનું આયોજન

સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૬ના ભરુચ જિલ્લામાં અમલીકરણ અને તેના શરૂ થયેલા કામો અંગેની બેઠક જિલ્લા આયોજન ભવન ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં એન.જી.ઓ.અને સીએઆરના સહયોગથી આગામી ચોમાસાને ધ્યાને રાખીને જળ સંગ્રહના કામોને વેગ આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમ્યાન જિલ્લા કલેક્ટરે વિવિધ કચેરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આયોજન અને અત્યાર સુધી થયેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર નોંધપાત્ર રીતે ઊંડા ગયા છે, ત્યાં વિશેષ ધ્યાન આપીને રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો વધુમાં વધુ થાય તે માટે તળાવો, ચેકડેમો અને જળાશયોમાં જમા થયેલ કાંપ દૂર કરી તેની સંગ્રહ ક્ષમતા વધારવુ તેમજ નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો છે ત્યાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ્સ પર ભાર મૂક્યો હતો.

વધુમાં, કલેક્ટરે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો હતો કે ચોમાસું શરૂ થાય તે પૂર્વે તળાવો અને ચેકડેમની સંગ્રહ ક્ષમતા વધારવાના કામોમાં કોઈ પણ પ્રકારની શિથિલતા રાખવી નહીં. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જળ અભિયાન પ્રત્યે જનજાગૃતિ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ તકે, પોતાના વિભાગ હસ્તકની કામગીરીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો.જિલ્લા કલેક્ટરે વિવિધ કચેરીએ આપેલા આયોજન મુજબ કામગીરીની સમીક્ષા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ભૂગર્ભ જળસ્તર વધે તે ઉદ્દેશ્યથી ૩૧ મે ૨૦૨૬ સુધી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચોમાસા પહેલા તળાવો, ચેકડેમ વગેરેની સંગ્રહ ક્ષમતા વધારવા ડીપનિંગ વગેરે રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરવામાં આવ્યા છે.

સાથો સાથ, ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં વનીકરણનો વ્યાપ વધે અને પર્યાવરણનું સંતુલન જળવાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ખાસ સરકારી કચેરીની પડતર જગ્યાઓ, સરકારી ખરાબોઓ, ગ્રામ પંચાયતની જગ્યાઓમાં, જાહરે સ્થળોએ વધુમાં વધુ વૃક્ષનું વાવેતર કરવા જણાવ્યું હતુ.

આ બેઠકમાં, પ્રાયોજના વહીવટદાર નિશા, નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, સિંચાઈ વિભાગ, પંચાયત વિભાગ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!