ભરૂચ,
ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ટપોવન સ્કૂલ નજીક રાત્રિના સમયે રેસલ વાયપર સાપનું સુરક્ષિત રેસ્ક્યુ — નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનું પ્રશંસનીય કાર્ય
ભરૂચ શહેરમાં ગતરોજ રાત્રે લગભગ 10:37 વાગ્યે તપોવન સ્કૂલથી જાગેશ્વર રોડ વિસ્તારમાં એક રેસલ વાયપર (Russell’s Viper) નામનો અત્યંત ઝેરી સાપ દેખાવાની માહિતી મળતાં વિસ્તારના લોકોને ભયનો માહોલ છવાઈ ગયો હતો.વિનયભાઈ નામના નાગરિક દ્વારા આ બાબતની માહિતી મળતા તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય યોગેશભાઈ મિસ્ત્રીને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ યોગેશભાઈ સ્થળ પર પહોંચી ગયા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. સુરક્ષા અને યોગ્ય કાર્યવાહી માટે તેમણે તરત જ વન વિભાગના આર.એફ.ઓ.સંપર્ક કરી માહિતી આપી હતી.જેમના માર્ગદર્શન હેઠળ યોગેશ મિસ્ત્રી, હિરેન શાહ અને રમેશ દવે સહિતની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. સાવચેતીપૂર્વક અને કુશળતાપૂર્વકની કામગીરી બાદ ટીમે રેસલ વાયપર સાપને સલામત રીતે પકડવામાં સફળતા મેળવી હતી. બાદમાં વન વિભાગની દેખરેખ હેઠળ સાપને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો.





