ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં ખેડૂતો પર થયેલ અત્યાચારના વિરોધમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં ખેડૂતો પર થયેલ અત્યાચારના વિરોધમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

બોટાદના હળવદમાં પોલીસ તંત્રએ ખેડૂતો પર અત્યાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયુ હતું જેમાં આપના આગેવાનો અને કાર્યકરોએ કાળો દિવસ મનાવ્યો હતો. આપ દ્વારા પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવાયો હતો. આ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આપના આગેવાનો દ્વારા આક્ષેપ કરાયા હતા કે ભાજપ સરકારના ઇશારે પોલીસે ખેડૂતો પર દમન ગુજાર્યો છે પોલીસે લુખ્ખા તત્વો પર કાર્યવાહી કરવી જોઈએ તેના બદલે ખેડૂતો પર લાઠીચાર્જ કરી અને તાનાશાહીનું પ્રદર્શન કર્યું છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!