શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત ભરૂચ પાલિકા દ્વારા “No Use Plastic & Clean Bharuch” થીમ સાથે SHG રેલીનું આયોજન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ, 

શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોને સાથે રાખીને “No Use Plastic & Clean Bharuch” થીમ અંતર્ગત SHG રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.       

સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે ભરૂચમાં પણ તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો થકી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવતા ભરૂચ નગરપાલિકા દ્વારા ખાતમુર્હુત, લોકાર્પણ, લોક જાગૃતિ સહિતના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સખી મંડળની બહેનોને સાથે રાખીને “No Use Plastic & Clean Bharuch” થીમ અંતર્ગત જાગૃતિ રેલી યોજવામાં આવતા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, સેનેટરી ચેરમેન હિમાલી રાણા, સમાજ કલ્યાણ ચેરમેન નિશા વસાવાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જે રેલી પાલિકા ખાતેથી નીકળી શાલીમાર,પાંચબત્તી થઈ પાલિકા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

આ રેલી દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક ઉપયોગ ન કરી પર્યાવરણ મૈત્રી જીવન શૈલી અપનાવવા અને શહેરની સફાઈ જાળવવા માટે પ્રેરણા આપવાનો ઉદેશ્ય રાખવામાં આવ્યો હતો. આ જાગૃતિ રેલીમાં  ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ તથા સખી મંડળ ની સેવીકા બહેનો હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે “Clean Bharuch – Green Bharuch”, “Say No to Plastic” જેવા સ્લોગન થી શહેર માં જાગૃતિ ફેલાવી  હતી. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવવા સાથે ભરૂચ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનને નવો ઉત્સાહ મળ્યો છે. આ પ્રસંગે એનયુએલએમના મેનેજર ચૈતાલી વાઘેલા,કિન્નરી બારોટ સહિત ભરૂચ પાલિકાના વિવિધ શાખાના અધિકારીઓ અને કમૅચારીઓ રેલીમાં જોડાયા હતા.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!