ભરૂચ
• ફરિયાદીએ ડૉ.સાઠે વિરુદ્ધ તારીખ ૦૨.૧૦.૨૦૨૫ ના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ હતી, જો ડૉ.સાઠે અથવા તો આદર્શ હોસ્પિટલમાં ફરિયાદી સાજીદ દ્વારા ખરેખર ખોટું કરવામાં આવ્યું હતું તો ડૉ.સાઠે એ તા. ૦૩.૧૦.૨૫ ના રોજ ફરિયાદ ના કરી અને ઘટનાના ૩૬ કલાક બાદ તા. ૦૪.૧૦.૨૫ ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી એનું કારણ શુ?
• ફરિયાદીએ તા. ૦૩.૧૦.૨૫ ના રોજ પોતાના ન્યૂઝ પોર્ટલમાં ન્યૂઝ પ્રકાશિત કર્યા બાદ ડૉ.સાઠે દ્વારા પોલીસમાં કંમ્પ્લેઇન કરવાનું કારણ શુ?
• તા. ૦૪.૧૦.૨૫ ના રોજ ડૉ.સાઠે એ કંમ્પ્લેઇન કરી એ કંમ્પ્લેઇન ની સાથે, તા. ૦૩.૧૦.૨૫ ના રોજ ફરિયાદીના ન્યૂઝ પોર્ટલમાં પ્રકાશિત થયેલ ન્યૂઝ ની કોપી પોલીસ સ્ટેશનમાં આપવાનું કારણ શુ?
• તા. ૦૪.૧૦.૨૫ ની ડૉ.સાઠે એ કરેલ કંમ્પ્લેઇન માં હોસ્પિટલ ફૂંકી મારવાના તથા હોસ્પિટલના સ્ટાફ સાથે અભદ્ર વર્તન નો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો, તા. ૦૮.૧૦.૨૫ ના રોજ SNP ન્યૂઝ ની યુ-ટ્યુબ ચેનલમાં આ મુજબના સમાચાર પ્રકાશિત કરવાની પાછળ ડૉ. સાઠે નો ઉદ્દેશ્ય શુ?
• ડૉ.સાઠે ના કહેવા પ્રમાણે ફરિયાદી દ્વારા હોસ્પિટલ ને ફૂંકી મારવાના તથા હોસ્પિટલ ના સ્ટાફ સાથે છેડતી કરવાના CCTV ફૂટેજ તેઓ પાસે ઉપલબ્ધ છે તો SNP ન્યૂઝ માં પ્રસારિત કરેલ સમાચાર માં કોઈના નામ નો ઉલ્લેખ કેમ કરવામાં નથી આવ્યો?
ગત તા. ૦૨.૧૦.૨૫ નારોજ આદર્શ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીના સગાએ ફરિયાદી શ્રી સાજીદ અહમદ સૈદા નાઓને તેઓના દર્દીની ટબીયત ના હાલ ચાલ પુછવા ડૉ. ધીરજ સાઠે ને ફોન કરી માહિતી લેવા જણાવેલ હતું. જે બાદ ફરિયાદી સાજીદ નાઓ દ્વારા ડૉ. ધીરજ સાઠે ને ફોન કરતાં દર્દીના ડિસ્ચાર્જ ની વાત ઉપર ડૉ. સાઠે ગુસ્સે થઇ ગયેલ હતા અને ફરિયાદીને માં બેન સમાણી ગારો આપી હોસ્પિટલમાં પગ મૂકે તો મારી નાખવાની ધમકી આપ્યા બાદ ફરિયાદી સાજીદનાઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા સાહેબ સાથે વાત કરી ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર મામલો હાલ બંને તરફના આક્ષેપ ની સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. જે ઘટનાક્રમ બની રહ્યો છે તે બાદ ફરિયાદી સાજીદ નાઓએ જણાવ્યું હતું કે ,
આ સમગ્ર ઘટના બાદ અમો આદર્શ હોસ્પિટલમાં દર્દીના ડિસ્ચાર્જ માટે ગયા હતા. ત્યાં પહોંચી સૌ પ્રથમ અમોએ રિસેપ્શન માં બેઠેલા વ્યક્તિને ડો.ધીરજ સાઠે સાથે અમારી વાત કરવા જણાવેલ હતું પરંતુ હોસ્પિટલના સ્ટાફને કદાચ પહેલાથી ડો. સાઠે નો ફોન આવી ગયો હોય તેમ તેઓ અમારા પર ઉશ્કેરાય ગયા હતા. આ બાબતે બંને પક્ષે બોલાચાલી ચાલુ હતી તે દરમિયાન દર્દીના સગાઓ કે જેમણે અમોને ડો. સાઠે નાઓ સાથે વાત કરવાનું કહ્યું હતું, તેઓ હોસ્પિટલમાં આવી જતાં તેમણે દર્દીને ડિસ્ચાર્જ આપવા જણાવ્યું હતું. દર્દીની હાલત ગંભીર હોવા છતાં હોસ્પિટલના સ્ટાફે લગભગ દોઢ કલાક તેઓને બેસાડી રાખી રાત્રે 12.30 વાગ્યે ડિસ્ચાર્જ આપ્યું હતું.
આ ઘટના બદ ફરિયાદી એ જણાવ્યા અનુસાર તા.૦૪.૧૦.૨૫ ના રોજ રાત્રે ૦૭.૧૭ કલાકે અમારા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા સાહેબને અમારી અરજી વિશે પૂછવામાં આવતાં તેઓએ અરજી સિંધવાઈ ચોકી મોકલી છે એમ જણાવ્યું હતું. તા.૦૫.૧૦.૨૫ ના રોજ સિંધવાઈ ચોકીના પીએસઆઈ પાટીલ સાહેબનો ફોન આવ્યો હતો જેમાં અમોને પોલીસ સ્ટેશન જવાબો આપવા આવવા કહેવામાં આવ્યું હતું પરંતુ અમો હાજર ના હોય સોમવારે હાજર રહેવા જણાવ્યું હતું. તા.૦૬.૧૦.૨૫ ના રોજ બપોરના સમયે સિંધવાઈ ચોકી પીએસઆઈ પાટીલ સાહેબને મળતાં તેઓએ અમને જણાવ્યું કે ડો.સાઠે એ તમારા વિરુદ્ધ અરજી કરેલ છે તથા દર્દીના દૂર ના સગા યાકુબ ભાઈ કે જેઓ ભોલાવ માં રહે છે તેમણે જવાબો લખાવ્યા છે કે તેઓ દ્વારા ફરિયાદી સાજીદ ને ફોન કરીને હોસ્પિટલમાં વાત કરવાનું કહેવામાં આવ્યું નથી, તેઓએ જાતે જ ડો.સાઠે ને ફોન કર્યો હતો.
આ ઘટના બાદ અમોએ દર્દીના ઘરવાળા કે જેઓએ અમારો સંપર્ક કર્યો હતો તેઓને અમારા દ્વારા સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે અમો દ્વારા તમારો સંપર્ક કરવામાં આવ્યો એવુ અમો પોલીસની રૂબરૂમાં જવાબો આપવા તૈયાર છે. તા. ૦૮.૧૦.૨૫ ના રોજ દર્દીના ઘરવાળાઓએ પીએસઆઈ સમક્ષ તેઓનું રૂબરૂ સ્ટેમેન્ટ આપ્યું હતું જેમાં તેઓએ અમને ફોન કર્યો હતો એની કબૂલાત કરી હતી તથા તેઓએ જ્યાં જરૂર પડે દરેક જગ્યાએ સાથે આવવાની બાંહેધરી આપી હતી. આની સાથે અમો ફરિયાદીએ પીએસઆઈ સમક્ષ અમારું પણ સમગ્ર ઘટના નું નિવેદન આપ્યું હતું. આ દરમિયાન અમોએ પીએસઆઈ સાહેબ ને ડો. સાઠેની અમારા વિરુદ્ધની અરજી વાંચવા માંગેલ હતી. અમોએ આ અરજીને વાંચતા એમાં ડો.સાઠે એ અમારા વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા કે અમોએ દર્દીના સગા ના હોવા છતાં તથા દર્દીના સગા દ્વારા અમારો કોઈ સંપર્ક કરવામાં આવ્યો ના હતો છતાં અમોએ દર્દી બાબતે ડોક્ટર ને કોલ કર્યો હતો તથા અમો દ્વારા હોસ્પિટલમાં ગેર વર્તણૂંક કરી હતી. ફરિયાદી સાજીદનાઓએ જણાવ્યું હતું કે દર્દીના ઘરના વ્યક્તિઓ એ પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યા બાદ ડો.સાઠેની વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી સાબિત થાય છે જે તેઓએ અમારા વિરુદ્ધ અરજીમાં જણાવેલ છે.
ફરિયાદીએ ડો.સાઠે વિરુદ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના તા.૦૨.૧૦.૨૫ ના બનેલી હતી અને જો ડો.સાઠે તથા હોસ્પિટલમાં અમારા દ્વારા ખરેખર અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું તો તેઓએ તેઓની ફરિયાદ ઘટના ના ૩૬ કલાક પછી એટલે કે તા.૦૪.૧૦.૨૫ ના રોજ કેમ કરવામાં આવી?
વધુમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે આ સમગ્ર ઘટના તા.૦૩.૧૦.૨૫ ના રોજ અમારા ન્યૂઝ પોર્ટલ માં પ્રકાશિત થયા બાદ તા.૦૪.૧૦.૨૫ ના રોજ ડો.સાઠે ને ફરિયાદ કરવાની જરૂર કેમ લાગી? શું ડો. સાઠે એ તેઓના બચવમાં કે અમો ફરિયાદીને દબાવમાં રાખવા ફરિયાદ કરી છે? બીજી મહત્વની વાત એ પણ છે કે અમારા ન્યૂઝ પોર્ટેલમાં પ્રકાશિત થયેલ ન્યૂઝ ની કોપી પણ અરજી સાથે સામેલ હતી તો એનો સીધે સીધો મતલબ એજ છે કે જ્યાં સુધી અમારા પોર્ટલ માં ન્યૂઝ પ્રકાશિત થયા ના હતા ત્યાં સુધી ડો. સાઠે ને અમારાથી કોઈ કંમ્પ્લેઇન ના હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે દર્દીના ઘરના વ્યક્તિઓ ના પોલીસ સ્ટેશન ના જવાબો થી અજાણ ડો.સાઠે તથા ભરૂચના એક ન્યૂઝ ચેનલ SNP ન્યૂઝના એડિટર દિનેશ મકવાણા એ તા.૦૮.૧૦.૨૫ ના રોજ તેઓની યુ ટ્યૂબ ચેનલ ઉપર એક વિડિઓ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં પણ આજ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમોને દર્દીના કોઈ સગા નો ફોન આવ્યો નથી. આ સિવાય વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે અમોએ હોસ્પિટલ ફૂંકી મારવાની ધમકી આપી છે જેના CCTV પણ તેઓ પાસે છે તો આમાં પણ સવાલ એજ આવે છે કે જો આવી ધમકી આપવામાં આવેલ હતી તો તા.૦૪.૧૦.૨૫ ના રોજ ડો.સાઠે એ અમારા વિરુદ્ધ પ્રથમ અરજી કરેલ છે તો એમાં આ વાતનો ઉલ્લેખ કેમ નથી? આ બાબત ડો.સાઠે ના બદ ઈરાદાનો પર્દાફાશ કરે છે.
હવે આગળની કાર્યવાહી વિષે પૂછવામાં આવતાં ફરિયાદી સાજીદ નાઓએ જણાવ્યું હતું કે હું આ બાબતે ન્યાય મેળવવાં અંત સુધી કાનૂની લડાઈ લડીશ. જો અમોને ન્યાય નહીં મળે તો અમો કોર્ટનો આશરો લઇ હાઇકોર્ટ સુધી લડત આપીશું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમો દ્વારા BAUDA, આરોગ્ય વિભાગ, નગરપાલિકા, GPCB જેવા વિવિધ સ્થળે RTI કરી હોસ્પિટલની નાનામાં નાની બાબતની માહિતી મેળવી જો એમાં કઈ ખોટું જણાશે તો અમે અંત સુધી કાનૂની લડત આપીશું તથા તમામ માહિતી એકત્ર થયા બાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે.
તા.૦૮.૧૦.૨૫ ના રોજ પ્રકાશિત થયેલ વિડિઓ બાબતે તેઓએ જણાવ્યું હતું કે આ તદ્દન પાયા વિહોણા આક્ષેપ છે, વિડિઓ માં જણાવ્યા અનુસાર આ બાબતના CCTV હોસ્પિટલ તરફથી પોલીસ સ્ટેશનમાં રજુ કરવામાં આવ્યા છે તો એને પણ RTI દ્વારા મેળવી આગળની કાર્યવાહી કરીશું. વિડિઓ બાબતે તેઓએ જણાવ્યું કે જે કોઈ પત્રકારે તથ્યની તપાસ કર્યા વગર આવા વિડિઓ પ્રકાશિત કર્યા છે તેઓ વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું. અમે તેઓ વિરુદ્ધ માહિતી ખાતું, કલેક્ટર કચેરી તથા નગરપાલિકા તથા સૂચના અને પ્રસારણ મંત્રાલયની ગઇડલાઇન PRGI એક્ટ મુજબ સમાચાર પ્રસિદ્ધ કરી શકે છે કે કેમ જેવી તમામ બાબતની નાનામાં નાની માહિતી RTI દ્વારા મેળવી આગળની કાર્યવાહી કરીશું તથા જેઓએ પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રિન્ટ કર્યા છે તેઓની માહિતી પણ RTI દ્વારા માહિતી ખાતામાંથી મેળવીશું, તેઓ વિષે પણ જાણવું જરૂરી છે કે તેઓ રેગ્યુલર પેપર પ્રિન્ટ કરાવે છે કે આવા પાયા વિહોણા સમાચાર પ્રકાશિત કરવા જ સમાચાર પત્ર નો ઉપયોગ કરે છે.
ફરિયાદીએ અંતમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં પ્રાઇવેટ હોસ્પિટલના માલિકોએ આડેધડ લૂંટ ચલાવી છે જે બાબતે ઘણા લોકોએ અમારો સંપર્ક કર્યો છે તો ટૂંક સમયમાં એનો પણ પર્દાફાશ કરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે અમને જાણવા મળેલ માહિતી મુજબ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત જે જરૂરતમંદ લોકોને માં કાર્ડ, પીએમ જય યોજના જેવા કાર્ડ આપવામાં આવ્યા છે એમાં પણ હોસ્પિટલ દ્વારા લૂંટ ચાલવામાં આવી છે, જેવી કે રોકડામાં ૫૦,૦૦૦ નો ચાર્જ થતો હોય તો કાર્ડમાં ૮૦૦૦૦ થી ૧ લાખ સુધી વસુલવામાં આવે છે અને એના માટે સરકારમાં જે ખોટા બિલ રજુ કરવામાં આવે છે એની પણ તપાસ કરી એનો પણ પર્દાફાશ થશે તથા આ બાબતની રજુઆત કલેક્ટર કચેરી થી લઇ સીએમઓ સુધી કરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે આવી હોસ્પિટલ ના માલિકો સમાજના દરેક ટબકામાં અમુક સ્વાર્થી લોકો સાથે સંબંધ કેળવતા હોય છે જે પોતાના સ્વાર્થ માટે હોસ્પિટલનું માર્કેટિંગ તો કરતાં જ હોય છે સાથે સાથે આવી કોઈ ઘટના બને અને વિવાદ વધુ વકળતો લાગે તો ડોક્ટરની વહાળે આવી કઈ તો દર્દીના સગા બની જતાં હોય છે કઈ તો દર્દીને સમજાવી વાતને રફાદફા કરવાનો પ્રયત્ન કરતાં હોય છે. આ એ લોકો છે જે હોસ્પિટલમાં પોતાના સંબંધ સાચવવા પોલીસ સ્ટેશનમાં જઈ દર્દીના સગા બની જતાં હોય છે અને જયારે દર્દીનું મરણ થાય તો એની દફનવિધિમાં પણ જતાં નથી, તો આવા સ્વાર્થી લોકોથી પણ સામાન્ય પ્રજાને સાવચેત રહેવાની જરૂર છે.
વધુ માહિતી આવતાં અંકે………