છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ત્રણ તલાટી અને રેગ્યુલર તલાટી નહીં મુકાતા પડવાણીયાના ગ્રામજનોએ ગ્રામસભાનો કર્યો બહિષ્કાર

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ઝઘડિયા, ભરૂચ

ગ્રામજનોએ સરપંચ તથા ગ્રામસભામાં આવેલા નોડલ અધિકારીને લેખિતમાં બહિષ્કારની રજૂઆત કરી જ્યાં સુધી રેગ્યુલર તલાટી નહીં મુકાય ત્યાં સુધી ગ્રામસભા નહીં યોજવા જણાવ્યું.

ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમિયાન ત્રણ જેટલા તલાટીઓની અવારનવાર બદલી થતી હોય ગામના સરપંચે તાલુકા વિકાસ અધિકારીથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે. આજરોજ પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગ્રામસભા હોય ગ્રામજનોએ ગ્રામસભાનો બહિષ્કાર કરી ગામના સરપંચ તથા ગ્રામસભામાં ઉપસ્થિત નોડલ અધિકારીને જ્યાં સુધી રેગ્યુલર તલાટી નહીં મુકાય ત્યાં સુધી ગ્રામસભા નહીં યોજવા જણાવ્યું છે. ગ્રામજનોએ આપેલ લેખિત રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ થયેલ ડમલાઈ પડવાણિયા પીપળીપાન દરીયા ગુલા ફરીયાના તમામ ગ્રામસભાના મતદાર સભ્યોએ જણાવ્યું હતું કે અમારી ગ્રુપ ગ્રામ પંચાયત પડવાણિયા પંચાયત ઓફિસ છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ત્રણ તલાટી કમ મંત્રીઓની વારંવાર બદલીઓ થતા ચાર્જમાં તલાટી કમ મંત્રી મૂકવામાં આવે છે અને છેલ્લા છ મહિનાથી પડવાણિયા ગ્રામ પંચાયતમાં ચાર્જમાં તલાટી કમ મંત્રી મૂકવામાં આવ્યા છે તેઓ તલાટી કમ મંત્રી પાસે પણ ત્રણ પંચાયતના ચાર્જ હોવાથી અઠવાડિયામાં એક દિવસ પંચાયત ઓફિસ ખુલે છે. કદાચ એ દિવસે તાલુકા પંચાયતમાં મીટીંગ હોય તો પંદર દિવસે પંચાયત ઓફિસ ખુલે છે તેથી અહીંના સ્થાનિક અને ગરીબ લોકોને પંચાયત ઓફિસના ધક્કા ખાવા પડે છે અને સ્થાનિક લોકોના કામ થતા નથી, જેથી જ્યાં સુધી રેગ્યુલર તલાટી કમ મંત્રી મૂકવામાં નહીં આવે ત્યાં સુધી જેટલીવાર ગ્રામસભા ભરાશે એવી તમામ ગ્રામસભા અએ ગામ લોકો ગ્રામસભાનો બહિષ્કાર કરીશું અને આ પત્રથી અમો તમામ ગ્રામ પંચાયત પડવાણિયાના મતદાર ભાઈઓ બહેનો તમામ લોકો બહિષ્કાર કરીએ છીએ તેમ જણાવ્યું હતું.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!