ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોલેરો પીક અપ માંથી દેશી બનાવતનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે એક ઇસ્મને ઝડપી લેતી પાલનપુર એલસીબી પોલીસ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

પાલનપુર, બનાસકાંઠા

મળતી માહિતી મુજબ શ્રી એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર નાઓને બાતમી મળેલ હતી કે એક સફેદ કલરની બોલેરો પીકઅપ જેનો રજીસ્ટર નંબર જીજે ૨૭ ટીટી ૭૧૧૯ માં મગફળી ભરેલ છે અને મગફળીની આડમાં દેશી બનાવટ નો વિદેશી દારૂ ભરી ધાનેરા થી ડીસા તરફ આવનાર છે, જે બાતમી ના આધારે કંસારી હાઇવે તુલસી હોટલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બોલેરો પીકપ ત્યાંથી પસાર થતાં તેને ઊભું રખાવી ચેક કરતા જે પીકપ માં ભારતીય બનાવત ની વિદેશી દારૂની બોટલો તેમ જ બિયર મળી કુલ નંગ ૧૯૪૪ જેની બઝાર કિંમત કિંમત રૂપિયા ૪,૭૨,૦૦૦ તથા બોલેરો પીકપ ની કિંમત રૂપિયા ત્રણ લાખ તથા ૫૫૦૦ રૂપિયાના મોબાઈલ નંગ ૨ તથા મગફળીની બોરીઓ નંગ ૨૯, કિંમત ૩૯,૦૦૦ એમ મળી કુલ કિંમત રૂપિયા ₹૮,૧૬,૫૮૦ નો મુદ્દા ઝપ્ત કરી લીધો હતો. આ દરમિયાન એક આરોપી હેમારામ ત્રિકમાજી રબારી, રહે પાડાવી તાલુકો રાનિવાડા જી. જાલોર રાજ ની ધરપકડ કરવામાં આવેલ હતી જયારે એક આરોપી આયદાનભાઈ કાનાજી રબારી, રહે ભીનમાલ રાજ ફરાર થઇ ગયેલ હોય તેની વિરુદ્ધમાં ડીસા પોલીસ સ્ટેશન પાટૅ સી.ગુ.નં.૧૧૧૯૫૦૧૯૨૫૧૮૪૦/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫એઈ ૧૧૬,(૨)૯૮(૨)૮૧.૮૩ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : વિષ્ણુ ભાઈ પિથાણી – ધાનેરા, બનાસકાંઠા

 

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!