વાગરાના વડદલા પાસે બાઈક – ટેમ્પોનો અકસ્માતમાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

વાગરા, ભરૂચ,

વાગરા તાલુકાના વડદલા ગામ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત થતાં જ માર્ગ પર લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક લોકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કોઈપણ જાતનો સમય બગાડ્યા વિના સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત બાઈક ચાલકને મદદ પૂરી પાડી હતી. તેમને ગંભીર ઈજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી એક પ્રાઇવેટ વાહન મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.જોકે બાઈક ચાલકને પહોંચેલી ગંભીર ઈજાને કારણે તેને સઘન સારવાર આપવામાં આવી રહી છે. ઘટના અંગે પોલીસે પોલીસે તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણ માર્ગ પર અચાનક આવી ચડેલું રખડતું ઢોર હોવાનું પ્રાથમિક તારણ છે. ઢોરને બચાવવાના પ્રયાસમાં વાહન ચાલકે કાબૂ ગુમાવ્યો હતો જેના પરિણામે આ અકસ્માત સર્જાયો હતો. વડદલા સહિત આસપાસના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે જે વારંવાર અકસ્માતનું કારણ બની રહી છે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી માટે રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહિ નોંધાતા ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!