નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે આંખોનો નિદાન કેમ્પ યોજાયો : દવાઓ અને ચશ્માનું મફત વિતરણ કરાયું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

નબીપુર, ભરૂચ 

આજ રોજ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫ ના તોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી મફત આંખોનો નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોતિયા, આંખોમાં વેલ, ચશમાંના નંબર, આંખોનું પ્રેશર ચેક કરી મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂર મુજબ મફત નંબરના ચશમાંનું વિતરણ કરાયું હતું. જે દર્દીઓને મોતિયા અને વેલના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિના મૂલ્યે ઝઘડીઆ રૂરલ હોસ્પિટલ ખાતે મોકલાવ્યા હતા, સાથો સાથ આંખોના પ્રેસરની તપાસ કરાઈ હતી. આંખોના નિષ્ણાત ડોકટર અને નબીપુરના પનોતા પુત્ર ડો.સફવાન લાંબા એ કેમ્પની સફળતા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. કેમ્પની સફળતા બદલ નબીપુર હોસ્પિટલે ઝઘડીઆ રૂરલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પનો લાભ નબીપુર તથા આજુબાજુના ગામોની જનતાએ લાભ લીધો હતો.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!