ભરૂચ દુધધારા ડેરી ચૂંટણીમાં અરૂણસિંહ રણાની પેનલના નર્મદાના ૩ ઉમેદવારોને પક્ષ માંથી કરાયા સસ્પેન્ડ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા,

બિનહરીફ વિજેતા પ્રકાશ દેસાઈ અને અરુણ સિંહ રાણાને કેમ સસ્પેન્ડ નહીં? ચર્ચાતો પ્રશ્ન

ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલના ૯ ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી સક્રિય અને પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કરતા દૂધધારા ડેરીની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે.

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ બળવો કરનાર વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવારો પર પક્ષે મેન્ડેટના અનાદરનો કોરડો વિંઝયો છે. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની સહકાર વિકાસ પેનલના ૬ ઉમેદવારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી નોંધાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષ માંથી તથા પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કર્યા છે જેમાં પાર્ટી માંથી બરતરફ કરવામાં આવેલ અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવારોમાં સાયખાના હેમતસિંહ રાજ, જંબુસરના જગદીશ પટેલ, કાવીઠાના જીગ્નેશ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર, હાંસોટના શાંતાબેન પટેલ અને હાંસોટના જ વિનોદ પટેલનો સમાવેશ થાય છે.

બીજી બાજુ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખનીલ રાવે આજે સોમા વસાવા, દિનેશ બારીયા અને સુનિલ પટેલને પક્ષ માંથી સસ્પેન્ડ કરતા નર્મદાના રાજકારણમાં પણ ગરમાવૉ આવી ગયો છે.અત્રે ઉલ્લેખનીય નર્મદા જિલ્લા સહકારી આગેવાન સુનિલ પટેલ ભરૂચ ડિસ્ટિક બેંકમાં ડિરેક્ટર પણ છે.સુનિલ પટેલને સસ્પેન્ડ કરાતા સુનિલ પટેલની રાજકીય કારકિર્દી પણ પ્રશ્નાર્થ મુકાયો છે.

બીજી તરફ ઘનશ્યામ પટેલે અરુણસિંહ રણાની પેનલમાંથી પ્રકાશ દેસાઈને બિનહરીફ જાહેર કર્યા હતા. તેમ છતાં પણ પ્રકાશ દેસાઈએ પોતાની પેનલને યથાવત રાખી હતી.ત્યારે હવે પ્રકાશ દેસાઈને પણ પાર્ટી માંથી સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે ત્યારે 19 તારીખ ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીનું રાજકારણ ગરમાતું જાય છે.

ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી કરનાર સભ્યોને પક્ષ માંથી બરતરફ કરવામાં આવતા ભરૂચ જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. ભરૂચ દૂધધારા ડેરી માટે ૧૯ મી સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા જીલ્લામાં જુદા જુદા બે સ્થળોએ મતદાન યોજાશે અને મતદાન બાદ ૨૦ મી એ થનાર મતગણતરીમાં દુધધારાનું સુકાન કોના હાથમાં આવે છે તે જોવું રસપ્રદ બનશે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!