અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

અંકલેશ્વર, ભરૂચ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધા મચી જવા પામી હતી. 8 ફાયર ફાયટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો

અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા સ્ક્રેપ માર્કેટમાં ફરી એક વાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી છે. નેશનલ હાઈવે પર નવજીવન હોટલ નજીક આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આજે સવારના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના 6 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્ક્રેપના ગોડાઉનની આસપાસનો માર્ગ કોર્ડન કર્યો હતો. 8 ફાયર ફાયટરો 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં હાલ સુધી કોઈ જાનહાની નોંધાઈ નથી.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!