દેડીયાપાડા,આમલેથા અને ઉમરપાડા વિસ્તારમાં થયેલ સોલાર કેબલ ચોરીના અનડિટેકટ ગુનાઓનો ભેદ ઉકેલાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા

– કોપરના વાયરોના ગુંચળા,મોટર સાઈકલ તથા મોબાઈલ મળી કુલ કિમત રૂપિયા ૨,૦૫,૫૦૦ નો મુદ્દામાલ સાથે પાંચ ઈસમો ઝડપાયા

દેડીયાપાડા,આમલેથા અને ઉમરપાડા વિસ્તારમાં થયેલ સોલાર કેબલ ચોરીના અનડિટેકટ ગુનાઓનો ભેદ નર્મદા એલસીબી પોલીસે ઉકેલ્યો છે જેમાં સળગાવેલ કોપરના વાયરોના રોલ, મોટર સાઈકલ તથા મોબાઈલ મળી કુલ કિમત રૂપિયા ૨,૦૫,૫૦૦ નો મુદ્દામાલ સાથે પાંચ ઈસમો ઝડપાયા છે.

નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ પોલીસે હજી થોડાં દિવસ પહેલા જ ચાર્જ સાંભાળ્યો છે ત્યાર થી ઘણા ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે, જેમાં આર.જી.ચૌધરી એલ.સી.બી. પીઆઇએ નર્મદા જીલ્લામાં અલગ અલગ જગ્યાએ સોલાર પ્લાન્ટના વાયર ચોરીના બનાવો બનવા પામેલ હતા જેમા દેડીયાપાડાના ચીકદા ગામની સીમ માંથી સોલારના પ્લાન્ટ માંથી કોપરના વાયરોની ચોરી થયેલ તથા આમલેથા પોલીસ સ્ટેશન પ્રતાપનગર ગામની સીમ માથી સોલારના પ્લાટન્ટ માંથી કોપરના વાયરોની ચોરી થયેલ હતી. આ ગુનાઓની તપાસ કરતાં બે અલગ-અલગ ટીમો બનાવી જીલ્લાના ખાનગી તથા સરકારી સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરી તથા ટાવર ડમ્પ એનાલીસીસ કરી તેમજ હ્યુમન્સ સોર્સથી માહીતી મેળવતા દેડીયાપાડા વિસ્તારના કેવડી ગામના કેટલાક ઈસમોએ ચિકદા તથા પ્રતાપનગર ગામની સીમ વિસ્તાર માંથી તથા ઉમરપાડા વિસ્તારના પીનપુર ગામની સીમમાં આવેલ સોલારના પ્લાન્ટ માંથી કોપરના વાયરોની ચોરી કરી તેને બાળી તેમાથી કોપરના વાયરોના ગુચળા બનાવી અલગ અલગ મીણીયા થેલાઓમાં ભરી બે મોટર સાયકલ ઉપર દેડીયાપાડાથી ભરૂચ તરફ જનાર છે. જે માહીતી આધારે દેડીયાપાડા મિશન ત્રણ રસ્તાથી આગળ નિઘટ ગામ તરફ જવાના હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી તમામ ઈસમોને મીણીયા કોથળામાં બાળેલા કોપર વાયરના ગુંચળાઓસાથે ઝડપી પાડી તેઓને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતામુદ્દામાલ દેડીયાપાડા, આમલેથા તેમજ ઉમરપાડા વિસ્તારમાં આવેલ સોલારના પ્લાન્ટો માંથી કોપરના વાયરોની ચોરી કરેલાની કબુલાત કરેલ હોય જે મુદામાલ સળગાવેલ કોપરના વાયરોના ગુંચળાઓનુ વજન ૧૪૯ કિલો ગ્રામ જેની કિમત રૂપિયા ૧,૧૯,૨૦૦ તથા મોટર સાઈકલ નંગ-૨ કિમત રૂપિયા ૫૦,૦૦૦ તથા મોબાઈલ નંગ ૭ કિમત રૂપિયા ૩૫,૫૦૦ મળી કુલ કિમત રૂપિયા ૨,૦૫,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૫(૧),(બી) મુજબના કામે અટક કરી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર ને ડીટેઈન કરી આગળની વધુ તપાસ અર્થે તમામને દેડીયાપાડા પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.

આ ગુનાના આરોપીઓ (૧) હરીસીંગ વજેસીંગભાઈ વસાવા રહે.કેવડી તા.દેડીયાપાડા (૨) સુરેશભાઈ પ્રતાપભાઈ વસાવા રહે.ઘાટોલી બસ સ્ટેશન પાસે તા.દેડીયાપાડા હાલ રહે. ભરૂચ (૩) મહેશભાઈ માનસીંગભાઈ વસાવા રહે.કેવડી,સડક ફળીયુ તા.દેડીયાપાડા (૪) અક્ષયભાઈ વજેસીંગભાઈ વસાવા કેવડી તા.દેડીયાપાડા તથા (૫) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી તેમની સામે કાર્યવાહી હાથધરી છે. જયારે અન્ય વોન્ટેડ જાહેર કરી આરોપીઓને પકડવા તજવીજ હાથધરી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!