કાલોલ, પંચમહાલ
કાલોલ નગરમાં બોરુ ટર્નિંગ પાસે જે ડિવાઇડર કટ અકસ્માત ઝોન બન્યો હતો. કેટલાય નિર્દોષ લોકોના અકસ્માતમાં પ્રાણ ગયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા, જે સંદર્ભમાં સાંસદ રાજપાલ સિંહ દ્વારા રૂબરૂ સ્થળ પર મુલાકાત લઈ જેબ ટર્નિંગ પાસે કટ આપવામાં આવ્યો હતો તે તેમની રજૂઆતને લઈ નવો કટ હાઈવે પર બોરૂ તરફ જવાના રસ્તા સામે આપવામાં આવી રહ્યો છે જેને કારણે અકસ્માતો બંધ થશે જ સાથે સાથે લોકો જે પહેલા કટ આપેલો હતો ત્યાંથી રોંગ સાઈડ વાહનો ચલાવતા હતા અને બોરુ અને ઇનોક્ષ તરફથી આવતા વાહનો પણ રોંગ સાઈડ ઉપર જતા હતા જે નવા કટ દ્વારા રસ્તા સામે જ કટ હોય વાહન ચાલકોને રોંગ સાઈડ પર વાહન નહીં હંકારવું પડે. આમ સાંસદની રજૂઆતો થી આ નવા કટ આપવાથી અકસ્માતોનો ભય ઓછો થશે. આજથી થોડા દિવસ પહેલા સાંસદ દ્વારા પ્રાંત અધિકારી, હાઇવે ઓથોરિટી, આર એન્ડ બી વિભાગ અને ટોલ ટેક્સ એજન્સીને સાંસદ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી અને 15 દિવસની અંદર આ નવો કટ બનાવી દેવો તેવું સૂચન કરવામાં આવ્યું હતું. સાંસદની રજૂઆત રંગ લાવી હતી અને તેના કારણે હાઇવે ઓથોરિટીએ કામ શરૂ કરતાં વાહન ચાલકો બોરુ ટર્નિંગના રહીશો અને વડોદરાથી ગોધરા દરરોજ અપડાઉન કરતા વાહન ચાલકોમાં આનંદની લાગણી જોવા મળી છે. આમ રાજપાલ સિંહની મહેનત રંગ લાવી છે.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ
