સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ – ભરૂચના શ્રવણ ચોકડી નજીક આવેલ હની સ્પા માંથી મેનેજર ઝડપાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

સંચાલક ફરાર : ૪૦ ટકા કમિશન લેતો હતો 

ભરૂચમાં એસઓજી પોલીસે શ્રવણ ચોકડી નજીક આવેલા રંગપ્લેટીનિનુમા કોમ્પ્લેક્ષમાં ચાલતા હની સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો છે.સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે.

પોલીસે સ્થળ પરથી મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના વતની અને હાલ સ્પાના મેનેજર તરીકે કામ કરતા ૨૧ વર્ષીય અરૂણ લોદીની ધરપકડ કરી છે.સ્પાના સંચાલક ઈશિપ્ત પટેલ ફરાર થઈ ગયો છે.

એસઓજીના પીએસઆઈ બી.એસ.શેલાણાને મળેલી બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલીને તપાસ કરાઈ હતી. તપાસમાં ખુલ્યું કે આ સ્પામાં બહારથી યુવતીઓને બોલાવીને ગ્રાહકો સાથે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. સંચાલક દરેક ગ્રાહક પાસેથી મળતી રકમ માંથી ૪૦ ટકા પોતાને રાખતો અને ૬૦ ટકા યુવતીઓને આપતો હતો. પોલીસે રેડ દરમ્યાન ડમી ગ્રાહક દ્વારા આપેલા રૂ.૧૦૦૦, મોબાઈલ ફોન અને અન્ય રોકડ મળી કુલ રૂ.૯,૫૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈમોરલ ટ્રાફિકિંગ પ્રીવેન્શન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર સંચાલકની શોધખોળ શરૂ કરી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!