અંકલેશ્વર, ભરૂચ
– દેહ વ્યાપારમાં સંકળાયેલી મુંબઈની યુવતી મળી આવી : મહિલા સંચાલિકા નીલમ રાણા ઝડપાઈ
– માલિક સોયેબ અબ્દુલ ફારુક વિરુદ્ધ પણ ગુનો દાખલ
અંકલેશ્વર શહેરમાં હાંસોટ રોડ પર આવેલ તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં ચાલતા “ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પા”ની આડમાં દેહવ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ને મળતાં પોલીસે દરોડો પાડી ભાંડાફોડ કર્યો હતો અને મુંબઈની યુવતીનું રેસ્ક્યુ કરી મહિલા સંચાલિકા ની અટકાયત કરવા સાથે માલિક વિરુધ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર બી.એલ.મહેરિયા તથા તેમની ટીમના એએસઆઈ દિનેશ મગનજી, WHC મિત્તલ સુરેશભાઈ, WPC સવિતા ખોડાભાઈ અને WPC પારૂલ ભરતભાઈ દ્વારા હાથ ધરાઈ હતી.
જેમાં બાતમી મળતા તેની ખાતરી કરવા માટે ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો.તપાસ દરમ્યાન મસાજની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવોની સ્પષ્ટતા થઈ હતી.દરોડા દરમ્યાન મુંબઈની એક યુવતી દેહવ્યાપારમાં સંકળાયેલી હાલતમાં મળી આવી હતી.પોલીસે ઘટના સ્થળેથી સ્પાની સંચાલિકા નીલમ રાણા મૂળ નિવાસ દિલ્હી, હાલ નિવાસ અંકલેશ્વરને ઝડપી પાડી હતી.જ્યારે સ્પાના માલિક સોયેબ અબ્દુલ ફારુક ઉં.વ.૩૧ નિવાસ, સર્વોદય નગર, અંકલેશ્વર વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી બે મોબાઈલ ફોન જેની કિંમત ૭૫૦૦, રોકડ રૂપિયા ૭૩૧૦ મળીને કુલ રૂ.૧૪,૮૧૦ નો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ 1956ની કલમ 3, 4, 5 તથા 7 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
