ભરૂચ,
– રંગ વિના કૃતિને મઠારીને તેનું સૌંદર્ય સોળે કળાએ ઉપસાવવાની આવડત ધરાવે તે શિક્ષક
૫ મી સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય શિક્ષકદિન શિક્ષકોની મહત્તા સમજાવી તેમને યાદ કરવાનો દિવસ. તા.૫ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાની જે.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાના ચાર અને તાલુકા કક્ષાના બે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધોરણ ૧૦ અને ૧૨માં પોતાના વિષયમાં સતત ચાર વર્ષ ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરનાર કુલ ૭૮ શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક તરીકે પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા લખીગામના શિક્ષિકા મૂળ અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના અને હાલ ભરૂચ તાલુકાના હિંગલૉટ ગામના રહેવાશી મન્સુરી રેહાનાબાનું ચુસુકભાઈને ભરૂચ તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ની ઉપસ્થિતિમાં જીલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સાહેબના વરદ હસ્તે પ્રતિભાશાળી શિક્ષિકા તરીકે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યો હતો, જે શાળા માટે ગૌરવની ક્ષણ હતી. રેહાનાબેન અર્થશાસ્ત્ર / સમાજશાસ્ત્ર વિષયનાં શિક્ષિકા છે. છેલ્લાં બે વર્ષથી ધોરણ ૧૨નું ૧૦૦% પરિણામ આવે છે જેમાં તેમનું મહત્વનું યોગદાન રહેલ છે. તેમણે વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને વા.વ્યવસ્થા એમ ત્રણ વિષયનું બોર્ડની પરીક્ષા માટે વિભાગ પ્રમાણે સાહિત્ય તૈયાર કરેલ છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓ સારામાં સારા ગુણ મેળવી પરીક્ષામાં ઉત્તિર્ણ થાય છે. આ સાહિત્ય એમણે વિના મૂલ્યે ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં પીડીએફ સ્વરૂપે વિહરતું કર્યું હતું. આ સાહિત્ય માટે દરેક જીલ્લામાંથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા એમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. એમની આ સરાહનીય કામગીરી થકી લખીગામ શાળાના વિદ્યાર્થીઓએ પણ બે વિષયમાં ૯૪ ગુણ મેળવ્યા હતા. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે છ વિષયના પેપર સેટ વિના મૂલ્ય આપ્યાં. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સરળતાથી પાસ થઈ શકે તે માટે વિભાગ પ્રમાણે પરીક્ષાલક્ષી તૈયારી કરાવે છે. હર હંમેશ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડનાર, પ્રોત્સાહિત કરનાર, વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગીદાર બનાવનાર, જી૩૦ જેવી કવીઝમાં વિદ્યાર્થીઓને વિજેતા બનાવી રાજ્યકક્ષા સુધી લઈ જનાર એવા ઉત્સાહ અને ખંતથી કાર્ય કરનાર સરકારી મા.અને ઉ.મા. શાળાના શિક્ષિકા મન્સુરી રેહાનાબાનું ને લખીગામ શાળાના આચાર્ય અને શાળા પરિવારે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી અને શિક્ષિકા રેહાનાબાનું હર હમેશ પ્રગતિ કરતાં રહે એવાં આશિર્વાદ આપ્યા હતા.