63 દિવસ બાદ ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલ માંથી ત્રણ દિવસ માટે બહાર આવ્યા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા,

– વડોદરાથી ગાંધીનગર વિધાનસભામાં હાજરી આપવા માટે જવા રવાના થયા

– વડોદરા અને નર્મદા આપના કાર્યકરોએ ફૂલહાર કરી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી

– વિધાનસભાના ચોમાસું સત્ર માટે રાજપીપળા કોર્ટે પોલીસ જાપ્તા સાથે 3 દિવસના પેરોલ પર જામીન આપ્યાં છે

ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા આજે વડોદરા સેન્ટ્રલ જેલ માંથી ત્રણ દિવસ માટે બહાર આવ્યા હતા અને વડોદરાથી ગાંધીનગર વિધાનસભામાં હાજરી આપવા માટે જવા રવાના થયા હતા. વડોદરા અને નર્મદા આપના કાર્યકરોએ ફૂલહાર કરી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. છેલ્લા બે મહિનાથી વધુ જેલવાસ ભોગવી રહેલા વસાવા 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભામાંહાજરી આપી શકશે. જોકે 3 દિવસ માટે પોતાના ખર્ચે અને પોલીસજાપ્તા સાથે જેલમાંથી બહાર રહેવા ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હતો પરંતુ ચૈતર વસાવાના વકીલે પોલીસ જાપ્તાનો સ્વ ખર્ચ 3 લાખ જેવો થતો હોઈ પોલીસ જાપ્તા વગર વિધાનસભામાં જવાની માંગ હાઈકોર્ટે માન્ય રાખી હતી.

ધારાસભ્યના વકીલો આર.વી. વોરા અને કિશોર જે. તડવીના જણાવવ્યાં અનુસાર કોર્ટના આદેશ મુજબ ધારાસભ્ય ચૈતર વસાવા આગામી 8,9 અને 10 સપ્ટેમ્બરના રોજ હવે જેલ માંથી બહાર આવી આ સમયગાળા દરમ્યાન તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં હાજરી આપવા રવાના થયા હતા. ત્યાર બાદ 10 સપ્ટેમ્બરના રોજ તેમણે ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે. આ જામીન મંજૂર થતા ધારાસભ્ય ચૈતર વસાવા આશરે બે મહિના બાદ જેલ માંથી બહાર આવ્યાં હતા અને વિધાનસભામાં પોતાની ફરજ નિભાવી શકશે.

જોકે કોર્ટ ના આદેશ અનુંસાર તેઓ નર્મદા જિલ્લામાં જઈ શકશે નહીં કે મીડિયાને કોઈપણ પ્રકારનું નિવેદન આપી શકશે નહીંતેથી નર્મદા આપના કાર્યકર્તા ઑ તેમને વડોદરા મળવા ગયા હતા.

ચૈતર વસાવાની ધરપકડનું કારણ ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી મારામારીની ઘટના છે.આ કેસમાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજપીપળા કોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી જે હજુ પેન્ડિંગ છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!