ભરૂચમાં સ્માર્ટ મીટર વિવાદ – પરિવારને 83,000નું બિલ જોઈ ચકચાર

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેરના હાજી ખાના બજારના બહાદુર વિસ્તારમાં રહેતા એક પરિવારને વીજ વિભાગ તરફથી સ્માર્ટ મીટર મારફતે સીધું 83,000 રૂપિયાનું બિલ આવતા ચકચાર મચી ગઈ છે. અગાઉ તેમના જૂના મીટર પરથી દર મહિને માત્ર 7થી 8 હજાર રૂપિયાનું બિલ આવતું હતું પરંતુ અચાનક સ્માર્ટ મીટર મારફતે 83,000નું બિલ ઠોકાઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી સ્માર્ટ મીટર લગાવવાના વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે. રહીશોમાં એ અંગે ભારે અસંતોષ છે. આવી પરિસ્થિતિ વચ્ચે વધુ એક કુટુંબને મોટું બિલ આવતા નાગરિકોના આક્રોશમાં વધારો થયો છે. પરિવારે વીજ કંપનીની કામગીરી અંગે ખુલ્લેઆમ આક્રોશ ઠાલવ્યો છે અને અયોગ્ય બિલિંગ સામે ન્યાય મળે તેવી માગણી કરી છે.
ભરૂચના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ સોસાયટીઓ અને રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!