ભરૂચની મલ્હાર ગ્રીન સીટી સોસાયટીના બિલ્ડર સામે રહીશોનું વિરોધ પ્રદર્શન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– વેચાણ સમયે કહેલી કેટલીયે સુવિધાઓ નો અભાવ..

– બિલ્ડર દ્વારા વર્ષો થી સોસાયટી હેન્ડઓવર નહીં કરાતા પ્રાથમિક સુવિધાઓથી સોસાયટી વંચિત.

ભરુચની મલ્હાર ગ્રીન સોસાયટી ના રહીશોએ બિલ્ડર સામે સોસાયટીનો વહીવટ હેન્ડ ઓવર કરવાની માંગ સાથે જણાવ્યા મુજબની સુવિધા ન આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

ભરુચની મલ્હાર ગ્રીન સોસાયટીની હાલ કાર્યરત હેન્ડ ઓવર સમિતિ છેલ્લા ઘણા સમયથી બિલ્ડર પાસેથી સોસાયટીનો હેન્ડ ઓવર લેવાના પ્રયત્નો કરી રહી છે તેમ છતાં બિલ્ડર તરફથી કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવતો નથી, જેના કારણે સોસાયટીના રહેવાસીઓને સતત મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે સામે સોસાયટીના ગેટ પર રહીશો એ પરિવારજનો સાથે હાથમાં પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.. રહીશોએ બિલ્ડર સામે વેચાણ સમયે જણાવેલ કેટલીયે સુવિધા ન હોવાનો તેમજ 2012 થી સોસાયટીનો વહીવટ હેન્ડ ઓવર નહીં કરવા સામે રોષ ઠાલવી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. મલ્હાર ગ્રીન સોસાયટીના રહીશોની લાંબા સમયથી બિલ્ડર સામેની માંગણીઓના નિવારણ માટે બિલ્ડર આગળ આવ છે કે કેમ તે જોવું રહ્યું.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!