કાલોલ ખાતે પેગંબર સાહેબની ૧૫૦૦ મી ઈદે મિલાદ નો મહાપર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે શાંતિ ભર્યા માહોલમાં ઉજવાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

કાલોલ, પંચમહાલ

ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ (ઈદે મિલાદ) વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ પેગંબર સાહેબના ૧૫૦૦ મી યૌમે વીલાદત (જન્મજયંતી) ના મોકા પર વહેલી સવારે પાંચ વાગ્યા સુમારે એકત્રિત થઈ યાદગાર ક્ષણ ના સાક્ષી બની જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં નાતશરીફ અને સલાતોસલામ બાદ પેગંબર સાહેબના મુએ મુબારક એટલે બાલ મુબારક ના દીદાર કર્યાં હતાં. ત્યારબાદ બપોરે જુમ્માની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં જશ્ને ઇદે મિલાદનું ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફર્યું હતું. જુમ્મા મસ્જીદ ખાતે મોલાના અબ્દુલ રશીદ અજીજી દ્રારા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં અમન શાંતિ, સલામતી માટે ખાસ દુવાઓ સાથે પયગંબર સાહેબની જન્મજયંતિની મુબારકબાદ પાઠવી હતી. કચ્છમાં મેન મસ્જિદના મૌલાના આશિયાના ના મોલવી આગેવાનોમાં મુજમ્મીલ સૈયદ, નગરપાલિકાના નગરસેવકોમાં આમીરભાઈ અલ્તાફભાઈ, રફીકભાઈ સમાજના આગેવાનો જુલુસમાં જોડાયા હતા.

કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીએસઆઇ એલએ પરમાર તેમજ પીએસઆઇ ભાવેશકુમાર કટારીયા સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી અને હોમગાર્ડ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.

ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!