કરજણ ડેમના 4 ગેટ ખોલી 53164 ક્યુસેક પાણી છોડાયુ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપલા,

– હાલ કરજણ ડેમ 78.37 % જેટલો ભરાઈ ગયો છે તેથી ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકાયો

– કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરાયા

ભરૂચ – નર્મદાના ખેડૂતોની જીવાદોરી કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 4 દરવાજા ખોલવાની ફરજ પડી છે.ડેમમાં પાણીની આવક 55714 ક્યુસેક થઈ રહી છે હવે કરજણ ડેમનાં હેઠવાસમાં પાણીની જાવક 53164 ક્યુસેક ચાલુ રહી છે.

કરજણ ડેમની જળસપાટી 111.7 મીટર પર પહોંચી છે. જ્યારે ડેમનું રૂલ લેવલ 111.18 મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 4ગેટ ખોલી 53164 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે. હાલ કરજણ જળાશય માં 398.20 MCM (મિલિયન ઘન મીટર ) લાઇવ જથ્થો સંગ્રહિત છે. ગ્રોસ સ્ટોરેજ 422.21મિલિયન ઘન મીટર ) છે.

હાલ કરજણ ડેમ 78.37 ટકા જેટલો ભરાઈ ગયો છે.તેથી ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે. ઉપરવાસ માંથી 55714 ક્યુસેક ક્યુસેક પાણીની આવક સતત ચાલુ છે. આમ જેમ જેમ પાણીની આવક થશે અને ગેટ વધારે કરી પાણી છોડવામાં આવશે.

હાલ કરજણ ડેમના કરજણ બંધના ગેટ નં. 2, 4,5, 7 (2.80મીટર) મીટર પહોળા કુલ 4 ગેટ ખોલવામાં આવ્યા છે જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે કરજણ નદીમાં પાણીની આવક ચાલુ હોઈ કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!