112 પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લામાં 30 જન રક્ષક ગાડીઓ ફાળવતા પોલીસવડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– 112 ડાયલ કરવાથી પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર , મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઈન તથા ડિઝાસ્ટર હેલ્પલાઈન જેવી તમામ સેવાઓ ઉપલબ્ધ

ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લામાં 30 જન રક્ષક ગાડીઓ ફાળવાઈ છે તેનું લોકાર્પણ આજે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એએસપી અજયકુમાર મીણા તથા ડીવાયએસપી સી.કે.પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસપીએ લીલી ઝંડી બતાવી ગાડીઓનું પ્રસ્થાન કરાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 31મી ઓગસ્ટે સમગ્ર ગુજરાત માટે આ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો તેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આ ગાડીઓ કાર્યરત કરવામાં આવી છે.
જિલ્લાવાસીઓને હવે માત્ર એક જ નંબર 112 ડાયલ કરવાથી પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર , મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઈન તથા ડિઝાસ્ટર હેલ્પલાઈન જેવી તમામ સેવાઓ ઉપલબ્ધ થશે.

આ અંગે જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આ ગાડીઓ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ, મોબાઈલ ડેટા ટર્મિનલ્સ (MDT), વાયરલેસ સેટ અને બોડી વોર્ન કેમેરા જેવી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે જેથી અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો કે અન્ય તાત્કાલિક પરિસ્થિતિમાં પોલીસ ત્વરિત સ્થળ પર પહોંચી શકશે અને વધુ પારદર્શક કામગીરી સુનિશ્ચિત થશે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!