આદિ કર્મયોગી અભિયાન રિસ્પોન્સીવ પ્રોગ્રામ અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીક્ટ ઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– આદિ કર્મયોગી અભિયાન રિસ્પોન્સીવ પ્રોગ્રામ’ અભિયાનને સફળ બનાવવા સંકલિત પ્રયાસો અને સમર્પણની જરૂરિયાત પર ભાર મૂકતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા

ભરૂચ જિલ્લામાં આદિજાતિ સમુદાયના કલ્યાણ અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ પહેલ સ્વરૂપે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ‘આદિ કર્મયોગી અભિયાન રિસ્પોન્સીવ પ્રોગ્રામ’ અંતર્ગત એક લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારી માટે ડીસ્ટ્રીક્ટ ઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન થકી ગુજરાત સરકાનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ સમુદાય સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવો, સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવો અને ગ્રામ્ય સ્તરે વિકાસની નવી દિશા આપવાનો છે. આદિ કર્મયોગી અભિયાનના ઉદ્દેશો અત્યંત વ્યાપક અને સમાવેશી છે. આ અભિયાનનો હેતુ આદિજાતિ સમુદાય સુધી લોક કલ્યાણની સેવાઓ એક જ જગ્યાએ પહોંચાડવી, ગ્રામ્ય સ્તરે ખૂટતી સુવિધાઓનો સર્વે કરીને તેનું નિરાકરણ લાવવું અને આદિજાતિ યુવાનો, મહિલાઓ તથા સ્વ-સહાય જૂથોમાં નેતૃત્વની ભાવના જગાવવી છે.

જિલ્લા કલેક્ટરે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત આદિજાતિ સમુદાયના વિકાસ માટે અધિકારીઓને સક્રિય સહભાગિતા દર્શાવવા સૂચનો આપ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આદિજાતિ સમુદાય સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા, ગ્રામ્ય સ્તરે સેવાઓની ગુણવત્તા સુધારવા અને ખૂટતી સુવિધાઓનું નિરાકરણ લાવવું જરૂરી છે. અધિકારીઓને સમજણપૂર્વક કામ કરી, આદિજાતિ યુવાનો અને મહિલાઓમાં નેતૃત્વની ભાવના જગાવવા તેમજ ગ્રામ્યકક્ષાએ ખૂટતી કડીઓના લક્ષ્યોને હાંસલ કરવા સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી. જીવનધોરણ, આજીવિકા, સ્વચ્છતતાઅને સામાજિક જિવનમાં ગુણાત્મક પરિવર્તનો આવે તે પ્રકારે કામગીરી કરવા જણાવ્યું હતું. તેમણે આ અભિયાનને સફળ બનાવવા સંકલિત પ્રયાસો અને સમર્પણની જરૂરિયાત પર ભાર મૂક્યો. આદિ કર્મયોગી અભિયાન ગ્રામ્ય સ્તરે સુશાસન, સેવા અને સમર્પણની ભાવના સાથે આદિજાતિ સમુદાયના ઉત્થાન માટે એક મજબૂત પાયો નાંખશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાયોજના વહીવટદાર નિશા ચૌધરી અને અન્ય વિભાગના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!