બનાસકાંઠા ના ધાનેરા તાલુકામાં એલસીબી નો સપાટો – એક સાથે ત્રણ જગ્યાએ સફળ ઓપેરશન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે એ પોતાનો ચાજૅ સંભાળતાની સાથે જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ નાબુદ કરવા સૂચના કરવામાં આવેલ હતી જે સૂચનાની અમલવારી કરવા એલસીબી પોલીસ ઇન્સ્પેકટર એ.વી.દેસાઈ દ્વારા એલસીબી ટીમના તમામ સ્ટાફને કડક સૂચના આપવામાં આવી હતી. સુચના મળતાં જ એલસીબી ના પીએસઆઈ  એસ.બી. રાજગોર હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ, હેડ કોન્સ્ટેબલ અરજણાજી, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ કામે લાગી ગયા હતા એ દરમિયાન તેઓને ખાનગીમાં બાતમી મળેલ કે ધાનેરાના માલોત્રા ગામે જીતેન્દ્રસિંહ જવારાજી રાજપૂત રહે. શિયા તા. ધાનેરા વાલાઓના વિરપાર્લરમાં દારૂનો વેપલો કરી રહ્યા છે જેથી આ ટીમે બાતમીની જગ્યાએ રેડ કરતાં આ પાર્લરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 220 બોટલ અંદાજીત કિં.રૂ. 55222 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પાર્લર ચલાવતા જીતેન્દ્રસિંહ જવારાજી રાજપૂત રહે શિયા તા. ધાનેરા વાલાને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા એક બનાવમાં એલસીબી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.બી. રાજગોર તથા હેડ કોન્સ્ટેબલ ઈશ્વર ભાઈ, અરજણાજી, રાજેશભાઈ, પ્રકાશભાઈ ધાનેરા પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી મળેલ કે કુવારલા ગામની સીમમાં રહેતા નટવરભાઈ કરમસીભાઈ કોલી ઠાકોર રહે કુવારલા તા. ધાનેરા વાલાઓ તેઓના કબ્જાના ખેતરમાં દારૂનો વેપાર કરી રહ્યા છે એ બાતમીના આધારે રેડ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂ બિયરની બોટલ નંગ 679 કિ.રૂ. 79206 નો મુદ્દામાલ મળી આવતાં નટવરભાઈ કરમસીભાઈ કોલી ઠાકોરની વિરુદ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય એક બનાવમાં એલસીબી પોલીસે ધાનેરા ડીસા હાઈવે પરથી મહિન્દ્રા XUV 500 ગાડીમાં હેરાફેરી કરતા 3.79 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તથા XUV 500 મળી કુલ 8.99 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બનાવની વિગત મુજબ એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે ધાનેરા ડીસા હાઈવે પર અજબાણી આરાધના ભવન પાસેથી પોલીસે XUV 500 (GJ 27K0972) ને રોકી ચેકીંગ કરતાં ગાડીમાંથી 1511 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ગાડીના ડ્રાઈવર તલાજી બાસ્કુજી વાઘેલા અને મનુભા શાતુભા પરમાર બંને રહે. લોરવાડા ડીસાની ધરપકડ કરી હતી જયારે દારૂનો જથ્થો મંગાવનાર ફોજુભા શાંતુભા પરમાર રહે લોરવાડા સહિત બે આરોપીઓ ફરાર જાહેર કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં એક સાથે ત્રણ જગ્યાએ દારૂની સફળ રેડ કરી પોલીસે જિલ્લામાં દારૂ, જુગાર તથા અન્ય ગુનાહિત પ્રવૃત્તિ નાબૂદ કરવાની પોતાની મંશા જાહેર કરી લીધી છે તો સામે પક્ષે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : વિષ્ણુભાઈ પિથાણી, ધાનેરા – બનાસકાંઠા

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!