ભરૂચ – દહેજ રોડ પર આવેલ ભેંસલી નજીકથી આઈશરના વોટર ટેન્ક માંથી ૮૫ લાખન દારૂ સાથે એક આરોપી ઝડપાયો

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લા એલસીબીએ ભેંસલી નજીકની એક હોટલ પાસેથી આઈશર ટ્રક માંથી ૮૫ લાખથી વધુનો વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બાડમેર નિવાસી જેસારામ વિશનારામ જાટ (26)ની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર રાહુલ વોન્ટેડ જાહેર કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ કોમ્બિંગ નાઈટ દરમ્યાન એલસીબીની ટીમને ભેંસલી ગામ નજીક શંકાસ્પદ આઈશર ટ્રક જોવા મળ્યો હતો. ટ્રકમાં રહેલા વોટર ટેન્કની તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડના દારૂના ૫૬૬ બોક્સમાં ૧૬,૬૩૦ બોટલ મળી આવી હતી. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે દારૂનો જથ્થો દેહરાદૂનથી વડોદરા પહોંચાડવાનો હતો. પોલીસે વિદેશી દારૂ ૮૫,૮૭ લાખ, આઈશર ટ્રક ૨૦ લાખ, રોકડ રકમ ૪૯૦૦, મોબાઈલ ફોન ૪૦૦૦ અને વોટર ટેન્ક ૪૦,૦૦૦ મળી કુલ ૧.૦૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!