લુણાવાડા ખાતે WKFI રાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટમાં કાલોલની બોરુ રીફાઈ સ્કૂલના બાળકોનો શ્રેષ્ઠ દેખાવ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

લુણાવાડા, મહીસાગર

સમગ્ર ગુજરાતના બાળકો સાથે યુવાનોમાં રહેલું ખેલ કૌશલ્ય વિકસે તથા તેઓમાં પણ ખેલદીલી આત્મગૌરવ તથા જૂથ સહકાર જેવા શ્રેષ્ઠ ગુણોનો વિકાસ થાય તે હેતુથી રાજ્ય સરકાર વિવિધ રમતો થકી જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત મહિસાગર જીલ્લાના લુણાવાડા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે ૧૮ પંચમહાલ લોકસભા બેઠકના સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્યક્ષતામાં WKFI રાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાલોલ તાલુકાની બોરુ રીફાઈ પબ્લિક સ્કૂલ કરાટે સ્પર્ધામાં 16 મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કર્યા હતા.

નવ બાળકો પૈકી પ્રિતેશ સિલ્વર અને બ્રોન્ઝ, અહમદ રઝા સિલ્વર, રિયાન પઠાણ સિલ્વર અને બ્રોન્ઝ, પઠાણ અલીના 2 ગોલ્ડ, પઠાણ માહેનુર 2 ગોલ્ડ, પઠાણ અંજુમ સિલ્વર અને બ્રોન્ઝ, મલેક અલવીરા સિલ્વર અને બ્રોન્ઝ, ઇશહાક બ્રોન્ઝ, બેલીમ અલી મઝહર 2 સિલ્વર સહિત બધા વિજેતાઓ અને સહભાગીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રીફાઇ પબ્લિક સ્કૂલ તેમજ સમગ્ર સમાજનું નામ બાળકોએ રોશન કર્યું હતું .

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!