ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોને NFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આપેલા આવેદનપત્રમાં ફક્ત જમીન માલિકીના આધારે રેશનકાર્ડ રદ્દ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ તેવી માંગ કરી

ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોના NFSA રેશનકાર્ડ હેઠળના હક્કોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે આપનીકક્ષાએથી તાલુકામાં NFSA હેઠળના રાશનકાર્ડ ધારકોને જે મુજબ આપના કુટુંબની અથવા તો કોઈપણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વિગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે અને જવાબ માંગેલ છે, પરંતુ તમોએ એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે કે જેમને જીએસટી એટલે શું એ પણ ખબર નથી, એવા ગરીબ આદિવાસી પરિવારોને પણ નોટિસ આપેલ છે NFSA ની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસીડીવાળા અનાજનો અધિકાર છે, સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે, તેથી જમીનમાં દરેક ખાતેદારનો હિસ્સો અલગ ગણાય, તેને કુલ એ‌ક સાથે ગણવું ગેરકાયદેસર છે, ફક્ત જમીન માલિકીના આધારે રાશનકાર્ડ રદ્દ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરી પાત્રતા નક્કી કરવી જોઈએ, જો ગરીબ અને આદિવાસી પરિવારોના એનએફએસએ હેઠળના હકોને સુરતથી જ રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!