ધાનેરા, બનાસકાંઠા
પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ થી અનામૅ હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધાનેરા તાલુકાના શિયા ગામ ના વતની પ્રભુજી વસનાજી રાજપૂત ઉ.વ.36 નું તા. 7 જુલાઈ 2025 ના રોજ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન તેઓને આકસ્મિક રીતે છાતીના ભાગમાં દુખાવો થતાં ધાનેરા સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા હતા જેથી બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પોલીસ પરીવારના એક સારા કર્તવ્યનિષ્ઠ બજાવતા કર્મચારીના પરીવાર જનોને રૂપિયા 11.23.401 ની સહાય સુપ્રત કરવામાં આવી હતી અને શોક વ્યક્ત કર્યો હતો.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : વિષ્ણુ ભાઈ પિથાણી – ધાનેરા, બનાસકાંઠા
