વાગરા, ભરૂચ
આજ રોજ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરા તાલુકામાં આવતા ગામડાઓમા રેશન કાર્ડ માથી નામ કમી કરવા માટેની નોટિસ અપવામાં આવી રહી છે તેના પગલે આસિફ પટેલ પ્રમુખ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો સાથે રહીને વાગરા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદનત્રમાં જણાવેલું હતું કે જ્યારથી કેન્દ્રમા NDA સરકાર સત્તામાં બેસી છે ત્યારથી આ સરકાર દ્વારા ગરીબ અને મઘ્યમવર્ગ પ્રજા ને કોઈ ન કોઈ કારણસર હેરાન પરેશાન કરવામાં આવે છે. આ સરકાર દ્વારા 1 એકરની મર્યાદા આપવામાં આવી છે અને મુદત પણ ઘણી આપી છે, ઓછી સમયમર્યાદા ના કારણે ગરીબ વ્યક્તિ કેવી રીતે પુરાવા આપે આમ જણાવેલ છે. વાગરા તાલુકા પ્રમુખ આશીફભાઈએ આ વિષે જણાવ્યું હતું કે NDA ની સરકાર આમ ગરીબ પ્રજાને હેરાન કરવાનું બંધ કરે નહિતર વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી આપી હતી. આ કાર્યકમમા આસિફ પટેલ .જાબીર પટેલ, શકીલ રાજ, હસન ભટ્ટી, દિનેશ રાઠોડ. મોહન પરમાર ભરત ઈમ્તિયાઝ પટેલ, રાઇજી ભાઈ મકસુદ રાણા.અક્ષય સિંહ રાજ મુખત્યાર સૈયદ. નરપત સિંહ પહાજ ફિરોજ રાજ. ભગવાન સંગ સહિત કોંગ્રેસ ના કાર્યકરો તથા સામાન્ય પ્રજા હાજર રહી હતી.






