ભરૂચ,
મારવા વાળા કરતા બચાવાવાળો બહુ મોટો છે. અંકલેશ્વરની નવી દિવી ગામ પાસે આવેલ શિવદર્શન સોસાયટીમાં રહેતા એક પુરુષે રાત્રીના 1 વાગ્યે ઘરેથી નીકળી અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ પાણીમાં પડ્યા બાદ તેવો સતત હાથ હલાવતા રહ્યા હોય તેવો વહેલી સવારમાં ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના નદીકિનારે પોહચતા સ્થાનિક નાવિકોને જોવાતા પાણી માથી તેઓને બહાર કાઢી લાવી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ સ્થળ પર પહોંચી મોતની છલાંગ લગાવેલ ભાઈને પૂછતાં તેઓએ જણાવેલ કે હું કંટાળી ગયો છું મારે જીવવું નથી મારે મરી જવું છું વારંવાર પૂછતાં તેઓએ તેમની દીકરી નો મો. નં. આપેલ. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેમના પરિવારની સંપર્ક કરી સ્થળ પર બોલાવેલ અને મોતની છલાંગ લગાવેલ પુરુષને તેના પરિવારને સોપેલ.
છેલ્લા 15 દિવસમાં ત્રીજો બનાવ છે કે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપર મોત ની છલાંગ લગાવી હોઇ સદનસીબે ત્રણેયને બચાવી લેવામાં આવ્યા છે. દશામાતાના વ્રતના વિસર્જનના બીજા દિવસે એક વૃધ્ધ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોત વ્હાલુ કરવાનો પ્રયત્ન કરેલ જેને સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ ત્યાર બાદ થોડા જ દિવસોમાં એક યુવતી મોતની છલાંગ લગાવેલ તેને પણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક માછીમારોની મદદથી બચાવી લેવામા આવેલ આજરોજ પણ એક આશરે 55 વર્ષની ઉમરના એક પુરુષે મોતની છલાંગ લગાવેલ તેને પણ ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના નદીકિનારેથી સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામા આવેલ છે આમ પંદર જ દિવસમાં ત્રીજો કિસ્સો છે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોત વ્હાલુ કરવાનો પ્રયત્ન કર્યો હોય માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજ ઉપર નેટ લગાવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે.
પરિવાર દ્વારા ભગવાન સ્વરૂપે જીવ બચાવેલ સ્થાનિક નાવિકો તેમજ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો.





