પંચમહાલ,
કાલોલ તાલુકાના ધુસર ગામે મનરેગા કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરતું આવેદનપત્ર કરસનભાઈ નજરુભાઈ રાઠવા દ્વારા કાલોલ તાલુકા પંચાયતમાં આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મનરેગા યોજના હેઠળ વર્ક કોડ નંબર 1 1 1 400 20. 19.. આરસી માટી મેટલનું કામ તેમજ રાવજી પટેલના ઘર તરફ જવાનો રસ્તો વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ ગુસર ગામને દોડતો મુખ્ય ભૈરવ દાદાના મંદિર તરફ જવાનું માર્ગ વિસ્તારમાં જે કામ મંજૂર થયેલ હતા તે કામોના મજૂરીના વેતનની હાજરી પૂરી ચુકવણું થઈ ગયેલ છે પરંતુ સ્થળ ઉપર કામગીરી થયેલ નથી જેથી આ કામગીરીની તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કુલ એક લાખ 18,632 રૂપિયા ચૂકવાઇ ગયેલ છે પરંતુ સત્ય હકીકત એ છે કે આવેદન આપનાર તરફથી જણાવવામાં આવ્યું છે કે મનરેગા યોજનામાં મંજુર થયેલા કામો સ્થળ ઉપર થયેલ નથી જેથી ગ્રામજનોને સાથે રાખી સ્થળ તપાસ કરાવી જવાબદારોને સામે મનરેગા યોજના મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનામાં માંગ કરવામાં આવી છે તેમજ મટીરીયલ સામગ્રીના બીલો હાલમાં ઓનલાઇન બોલતા નથી પરંતુ ભવિષ્યમાં મટીરીયલ સામગ્રીના મસ્ત મોટા બિલ્લો મૂકી સામુહિક કૌભાંડ આચરી મોટી રકમ ઉપાડવાની પેરવી ન કરે એટલે અમુક ગ્રામજનો તેમ જ અરજદારને આવેદન આપવાની ફરજ પડે છે તેમ જ ખોટા જોબકાર્ડ ધારોકોના ખાતામાં તથા તેમના લાગતા વળગતા મળતીયાના ખાતામાં જમા કરાવની ચુકવણી કરેલ છે તે તમામ રકમ વસુલાત કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવી અને ફોજદારી ગુનો દાખલ કરી મનરેગા યોજના ના નીતિ નિયમો મુજબ સાચા જોબ કાળ ધારકો પાસે કામગીરી કરાવી ઉપરોક્ત મંજૂર થયેલા કામો કરાવવામાં આવે તેવી માંગ છે. આવેદન રાઠવા કરસનભાઈ નજરૂભાઈ એ તાલુકા પંચાયતમાં આપ્યું હતું.
આ બાબતે કાલોલ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓ શીતલ સુથાર ને પૂછવામાં આવતાં તેઓએ જણાવ્યા હતું કે ગુસર ગ્રામ પંચાયતમાં કરસનભાઈ નજરુભાઈ રાઠવા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે સ્થળ ઉપર કામ થયેલ નથી અને તેની ચુકવણી થઈ ગઈ છે એ બાબતે તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : યાત્રીક આર કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ





