આમોદ પાલિકાના સફાઈ કામદારોનો પગાર ન થતાં પ્રમુખની ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવો – પાલિકા પ્રમુખની ચેમ્બર બહાર જ સફાઈ કામદારોએ પ્રમુખ હાય હાય ના નારા લગાવ્યા

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

આમોદ,

આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ પાલિકા પાસે પગારની માંગણી કરી હતી.પરંતુ તહેવારો પહેલા પગાર નહીં થતા સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવો કરી પગારની માંગણી કરતા પાલિકા કચેરીમાં ગરમાવો આવી ગયો હતો.

આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના જણાવ્યા મુજબ પાલિકાએ તેઓના પી.એફ.ના નાણા ૪૭ લાખ રૂપિયા પણ ભરપાઈ કર્યા નથી તેમજ સફાઈ કામ દરમિયાન સફાઈ કામદારને સેફટી માટેની સામગ્રી જેવી કે હાથ મોજા, સાબુ,  બુટ, તગારા તેમજ અન્ય સેફ્ટીના સાધનો પણ આપતા નથી.

આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલે જણાવ્યું હતું કે હાલ એક માસનો પગાર બાકી છે જે બે દિવસમાં આયોજન થઈ જશે અને સેફટી માટેની તમામ સામગ્રી નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર સાથે ચર્ચા કરી પૂર્ણ કરવામાં આવશે. જ્યારે અખિલ ભારતીય સફાઈ કામદારના પ્રમુખ હિરાભાઈ સોલંકીએ નગરપાલિકા હાય તેમજ પ્રમુખ હાય હાય ના સુત્રોચાર કરી પાલિકા પ્રમુખના વહીવટ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!