આમોદ,
જંબુસર તાલુકાના સારોદ નહાર ગામની નજીક તારીખ ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ માર્ગ અકસ્માતમાં મનહરભાઈ ભીખાભાઈ કાછિયા પટેલ રહે.ગામવાડીનાઓ મૃત્યુ પામેલ હતા.જે અંગે મુખ્યમંત્રી રાહત ફંડ માંથી મૃતકના પરિવારને સહાય અંગે સમાજના અગ્રણી શૈલેષભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય ડી કે સ્વામીને રજૂઆત કરાઈ હતી.જે અનુસંધાને ડી કે સ્વામીના અથાગ પ્રયત્નોથી ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માંથી મનહરભાઈ પટેલ ના વારસદાર જર્મીકાબેન પટેલ અને પરિવારને ૪ લાખનો ચેક મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે જંબુસર મામલતદાર એન.એસ વસાવા, નાયબ મામલતદાર નવલભાઈ, નગરપાલિકા સદસ્યો સહિત કાછિયા પટેલ સમાજ અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ
પ્રસંગે ડી કે સ્વામીએ શ્રદ્ધા સુમન અર્પણ કરી આ રકમનો સદ્દઉપયોગ કરવા અને આજના સમયમાં સુરક્ષિત વાહન ચલાવવા,માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવા યુવાનોને અપીલ કરી હતી.તથા ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.ચેક અર્પણ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.